અરવલ્લી: મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની કામગીરી પર ઉઠ્યા સવાલો.!!! ફરિયાદીને વારંવાર ફોન ન કરવા બાબતે ધમકાયા હોવાનો આરોપ
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની કામગીરી પર ઉઠ્યા સવાલો.!!! ફરિયાદીને વારંવાર ફોન ન કરવા બાબતે ધમકાયા હોવાનો આરોપ
અરવલ્લી જિલ્લાની દીનપ્રતિદિન મહિલા ઉપર થતા અત્યાચાર વધી રહ્યા છે.ત્યારે ન્યાય માટે આખરે જિલ્લા પોલીસ વડા ના શરણે પોંહચવાનો વારો પીડિત પરિવારને આવ્યો હતો ત્યારે જિલ્લા પોલીસવડા પીડિત પરિવારને સાંભરી ન્યાય અપાવે તેવી માંગ સેવાઈ રહી છે
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી મહિલાઓ ને કહેતા કે અડધી રાત્રે પણ તમારી કોઈ ફરિયાદ હોય તો લેવામાં આવશે અને તેનું નિરાકરણ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે તો પછી મોડાસા શહેરમાં બનેલી એક અપહરણની ઘટનાને આજે આશરે છ થી સાત દિવસ થવા આવ્યા અને એક મહિલાની અરજી નું નિરાકરણ નો આવતા ઉલટા ચોર કોટવાલ કો ડાટે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોય મહિલા દ્વારા સાહેબ શું કર્યું…? મારી અરજીમાં પૂછતા કહેવામાં આવે છે કે વારંવાર ફોન નહીં કરવાના તો શું..??? ન્યાય માટે ગૃહ મંત્રી પાસે જવું..??? જેવા સવાલો ઉઠવા પામ્યા છે. અરવલ્લી જિલ્લામાં જેતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે ફરિયાદ લેવામાં આવતી નથી ત્યારે અરજદાર ને કેમ જિલ્લા પોલીસ કચેરી સુધી લાબું થવું પડે છે એ પણ એક સવાલ છે આ બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે
.