GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં 24 કલાકમાં વધુ 10 ઇંચ જેટલો વરસાદથી અનેક માર્ગો પર વાહન વ્યવહાર બંધ રહ્યા

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ તાલુકામાં વરસાદની જોરદાર ઇનિંગ બુધવારે પણ જારી રહી છે.મંગળવારના સાંજથી જ પવનના ભારે સુસવાટા સાથે તેજ ગતિએ વરસાદ શરૂ થઈ ગયો હતો.અને સાંજે 6 વાગ્યેથી સવારે ૬ વાગ્યા  સુધીમાં સાતેક ઇંચ ઇંચ જેટલા વરસાદ  વરસ્યો હતો. સાંજે 4 વાગ્યા સુધી વીતેલા 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ થતાં ઠેર ઠેર પાણી જોવા મળ્યું હતું.જેના પગલે આજે પણ તાલુકાની નદી ઉપરના લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબતા માર્ગો બંધ રહ્યા હતા. ખેરગામ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા  ખેતરો પણ તરબોળ થઈ જવાની સાથે ઉપરવાસમાં પણ વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી તાન , માન અને ઔરંગા સહિતની નદીઓમાં પાણીની આવક વધતા ઓકમાતાઓ બે કાંઠે વહેવા સાથે ઘોડાપૂરની  સ્થિતિ જોવા મળી હતી.જેના પગલે ખેરગામ તાલુકાના ૬ જેટલા માર્ગો ઉપર લો લેવલ બ્રિજ હજુ પણ પાણીમાં ગરકાવ જ રહ્યા હતા.ઔરંગા નદી ઉપરના નાધઈ ગરગડીયા નો પુલ જે ખેરગામ અને વલસાડ તાલુકાને જોડતો માર્ગ આજે પણ બંધ પામ્યો હતો .આ ઉપરાંત ખેરગામ તાલુકાના બહેજ કૃતિખડક અને ધરમપુર તાલુકાના ભાંભા ગામ ને જોડતો માર્ગ , ખેરગામ તાલુકાના ચીમનપાડા  અને ધરમપુર તાલુકાના મરગમાળ ને જોડતો માર્ગ , ખેરગામ તાલુકાના પાટી અને ધરમપુર તાલુકાના ખટાણા માર્ગ વાડ કાવલાખડક થી વાડ ઊંચાબેડા અને ખેરગામ બાવરી ફળિયા થી વાવ રોડ ઉપરના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોએ લાંબો ચકરાવો લેવાની નોબત આવી છે.તાલુકામાં વીતલા ૨૪ કલાકમાં 10 ઇંચ અને સીઝનનો કુલ વરસાદ આશરે 59 ઇંચ જેટલો નોધાવા પામ્યો છે.

Back to top button
error: Content is protected !!