13 વર્ષના છોકરા પર આઠ વર્ષની બાળકી પર બળાત્કાર કરવાનો સનસનાટીભર્યો આરોપ !!!
આજકાલ સોશિયલ મીડિયાના વળગણમાં બાળકો જાણે કે રીતસરના મોબાઈલના વ્યસની થઈ ગયા છે. જોકે આ પ્રકારના મોબાઈલના વ્યસની બાળકો દ્વારા ક્યારેક એવું કૃત્ય સામે આવતું હોય છે કે, જે ખરેખર ચોંકાવનારું અને ચેતવણીજનક હોય છે. આવી જ એક ઘટના આપણાં પાડોશી રાજ્ય રાજસ્થાનના ચુરુથી સામે આવી છે. અહીં મોબાઈલના વ્યસની બનેલ એક 13 વર્ષના છોકરાએ એક જ પરિવારની 8વર્ષની બાળકી પર બળાત્કાર કરવાનો સનસનાટીભર્યો આરોપ મૂકવામાં આવ્યો છે. આ તરફ હવે પોલીસે સગીર આરોપી વિરુદ્ધ કેસ નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
રાજસ્થાનના ચુરુના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સનસનાટીભરી અને હડકંપ મચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક 13 વર્ષના મોબાઇલના વ્યસની બાળકે એવો ભયાનક ગુનો કર્યો કે, તેનો પરિવાર અને પોલીસ બંને ચોંકી ગયા છે. વાસ્તવમાં આ સગીર બાળક પર પરિવારની 8 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરવાનો આરોપ છે. પીડિતા અને તેની માતાના રિપોર્ટના આધારે પોલીસે આરોપી સગીર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પીડિતાને મેડિકલ તપાસ માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી છે. પરંતુ ત્યાં તેના પરિવારે મેડિકલ તપાસ કરાવવાનો ઇનકાર કરી દીધો છે.
આ કેસમાં ચુરુ મહિલા પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ 8 વર્ષની પીડિતાના પરિવારના સભ્યોએ ફરિયાદ નોંધાવી હતી કે, 16 જૂનના રોજ માતા-પિતા ખેતરમાં ગયા હતા. પીડિતા અને તેની નાની બહેન ઘરે એકલા હતા. તે સમયે 13 વર્ષનો એક છોકરો જે પીડિતાની માતાનો પૌત્ર હતો ત્યાં આવ્યો. તેણે છોકરી પર મારપીટ કરી અને દુષ્કર્મ આચર્યું. મોડી સાંજે જ્યારે માતાપિતા ખેતરમાંથી ઘરે પાછા ફર્યા ત્યારે પીડિતાએ તેમને ઘટનાની જાણ કરી.
આ તરફ પીડિતાની ફરિયાદ સાંભળીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ પીડિતાને સીધી મહિલા પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં પીડિતા અને તેની માતાએ સગીર વિરુદ્ધ કેસ દાખલ કર્યો. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી સગીર મોબાઈલનો વ્યસની હોવાનું કહેવાય છે. પીડિતાના રિપોર્ટ પર પોલીસે સગીર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાની મેડિકલ તપાસ કરવા માટે એક મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે. પરંતુ પરિવારે મેડિકલ તપાસ કરાવવાનો ઇનકાર કરી દીધો છે. આનાથી કેસમાં મૂંઝવણ ઊભી થઈ છે. કેસ નોંધ્યા બાદ પોલીસે સગીરને રાઉન્ડ અપ કરી લીધો છે. તેને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. જોકે પોલીસ વિવિધ ખૂણાથી સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.