GUJARATHALOLPANCHMAHAL

હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે કરાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૭.૨૦૨૫

હાલોલ વિધાનસભા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના જન્મદિન ને લઇ ભાજપ ના કાર્યકર્તાઓ એ રક્તદાન તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી જન્મદિન ની શુભેચ્છાઓ પાઠવી હતી.25 મી જુલાઈ ના રોજ હાલોલ ના સ્થાનિક અને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર નો જન્મદિવસ હોઈ ભાજપ ના હાલોલ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ તથા હાલોલ તાલુકા ના લોકો તેમને શુભેચ્છાઓ પાઠવવા હાલોલ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ઉમટી પડયા હતા.ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કણજરી રોડ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે, લાયન્સ હોલ ખાતે, પાવાગઢ બાયપાસ રોડ પર પાલીકા સદસ્ય સલીમભાઇ પાનવાળા ને ત્યાં તેમજ પાવાગઢ સત્યવિજય હનુમાનજી મંદિર ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવાર ના નવ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી 276 રક્તબોટલ એકત્રિત થઇ હતી. તેઓના હસ્તે હાલોલ મહાજન સંચાલિત પ્રસુતિ ગૃહ ખાતે દર્દીઓને ફ્રુટપૅકેટ નું વિતરણ તેમજ નાના બાળક માટે પેટી નું અનાવરણ કરવામાં આવ્યું હતું જયારે હાલોલ નગર પાલિકા ખાતે પાલિકા નો લોગો તેમજ વેબસાઈડ લોન્ચ કરવામાં આવી હતી જયારે વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળા સહીત જુદી જુદી શાળામાં બાળકોને તિથિ ભોજન પીરશવામા આવ્યુ હતુ.આ પ્રસંગે ભાજપ ના કાર્યકર્તા ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ના જન્મ દિવસની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી જન્મદિન ની શુભેચ્છાઓ પાઠવી હતી.જેમા ક્જરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત ભાજપા કાર્યકરો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!