DASADASURENDRANAGAR

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા જૈનાબાદ‌ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ચાર વ્યક્તિનાં ધટના સ્થળે મોત

તા.20/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજવા પામ્યા છે ઘટનાની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના જેનાબાદ નજીક આ અકસ્માત સર્જાયો છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ગમખ્વાર અકસ્માતને લઈ અને ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકાના જૈનાબાદ અને રસુલા બાદ વચ્ચે ગનીભાઈ અભરામભાઇના બોર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે ટ્રેન્કર અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજવા પામ્યા છે ત્યારે ઘટના બનતા ની સાથે દસાડા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે મુદ્દે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને પૂછપરછ આજુબાજુના લોકોની પોલીસ તંત્ર એ હાથ ધરી છે મોરબીનો પરિવાર લૌકિક અર્થે કડી ખાતે જતા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે તમામ લોકોના ગાડીમાં જ મોત નીપજવા પામ્યા છે ટ્રેન્કર પૂરપાટ ઝડપે આવતું હોય અને ત્યારબાદ ગાડી સાથે ધડાકા અથડાયું હોય અને ગાડી બાજુના ખાડામાં પટકાતા ગાડીમાં સવાર ઈન્દ્રજિતસિંહ જટુભા ઝાલા મોરબી, મુક્તરાજ કલુભા ઝાલા મોરબી, સિદ્ધરાજસિંહ પાંચુભા જાડેજા મોરબી, વિજયભાઈ મોમજીભાઈ મુછડીયા મોરબી તમામ લોકોના મોત નીપજવા પામ્યા હોવાની વિગતો પોલીસ વિભાગ પાસેથી પ્રાપ્ત થઈ રહી છે જોકે આ મુદ્દે હજુ પોલીસ તપાસ ચાલુ છે અને કાર મોરબીનાં કુલદિપસિંહનાં નામે હોવાનું જાણવા મળેલ છે તમામ મૃતકોની ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે અને 108 સહિતની ટીમો ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગઈ છે પોલીસ વિભાગની ટીમો પણ તાત્કાલિક ધોરણે દોડી ગઈ છે આ મુદ્દે હાલમાં ટ્રેન્કર ચાલક છે તે નાસી છૂટવા પામ્યો છે તેની શોધખોળ પણ પોલીસ વિભાગે હાથ ધરીને ટ્રેન્કર ચાલકના ડ્રાઇવર દ્વારા કાબુ ગુમાવવામાં આવતા આ અકસ્માત સર્જાયા હોવાનું પ્રાથમિક તપાસમાં અનુમાન વ્યક્ત થઇ રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાટડીના જૈનાબાદ ગામ નજીક અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે પોલીસ ઘટના સ્થળે દોડી જે આ મુદ્દે તપાસ કરવામાં આવતા મોરબી નો પરિવાર લૌકીક જઈ રહ્યો હોય તે દરમિયાન જૈનાબાદથી એક કિલોમીટર દુર રસુલા બાદ ગામ નજીકના અકસ્માત સર્જાયા હોવાનું બહાર આવ્યું છે ટ્રેન્કર ચાલક બેફામ રીતે વાહન ચલાવી અને સામેથી આવતી કારને ટક્કર લગાવી છે જોકે અકસ્માતના મામલે ગાડીમાં સવાર તમામ લોકોના મોત નીપાજયા હોવાના મામલે હજુ સુધી કોઈ વધુ નામો બહાર આવ્યા નથી આ અકસ્માત એટલો ભયજનક હતો કે કાર પલટી ખાઈ અને બાજુમાં આવેલી ખાય પટકાઈ છે અને કારમાં સવાર તમામ લોકોના મોત નીપજવા પામ્યા છે ઉલ્લેખનીય છે કે તમામ લોકોએ સફેદ કપડાં પહેર્યા હોવાના કારણે અમદાવાદ ખાતે લોકીકે જતા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે જોકે આ મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે ગમક્વાર અકસ્માતમાં કારના બારણા તોડી અને ત્યાર બાદ તમામ ડેડબોડી બહાર કાઢવામાં આવી હોવાની વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છેશત્યારે હાલની પરિસ્થિતિ મુજબ તમામ મૃતદેહો 108 મારફતે પાટડી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે મોરબીથી અમદાવાદ જતા સમયે આ અકસ્માત થયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે સવારે મોરબીથી આ પરિવાર અમદાવાદ ખાતે નીકળ્યો હતો અને જૈનાબાદ ગામથી એક કિલોમીટર દૂર આ અકસ્માત સર્જાયો છે પોલીસ વિભાગની ટીમ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે તમામના મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!