NATIONAL

પશ્ચિમ બંગાળમાં 350 વર્ષ બાદ દલિત સમુદાયને ગિદ્ધેશ્વર શિવમંદિરમાં પૂજાનો અધિકાર મળ્યો

પશ્ચિમ બંગાળમાં 350 વર્ષ પછી ગિદ્ધેશ્વર શિવમંદિરમાં દલિત સમુદાયના લોકોએ પૂજા કરી હતી. વહીવટી તંત્રની દખલગીરી પછી ગામની પછાત જાતિના દાસ સમુદાયને મંદિરમાં પ્રવેશ અને પૂજાનો અધિકાર મળ્યો હતો. ગામમાં સામાજિક ભેદભાવને લીધે દાસ સમુદાયને મંદિરમાં પૂજા કરવાથી વંચિત રાખવામાં આવ્યા હતા. આ વર્ષે શિવરાત્રિ પર જ્યારે તેમને મંદિરમાં પૂજા કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો, ચારેબાજુથી વિરોધ થયો અને વાતાવરણ તણાવમાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળના દાસપાડાના કુલ 130 પરિવારોને તંત્ર પાસે ફરિયાદ નોંધાવી હતી,. જે બાદ પોલીસના મોટા અધિકારીઓએ દખલગીરી કરી. ગત સાત માર્ચે જ્યારે પોલીસ સુરક્ષામાં કેટલાક લોકોને મંદિરમાં લઈ જવામાં આવ્યા તો ઉચ્ચ જાતિના ગ્રામીણોએ વિરોધ કર્યા અને તેઓને કાઢી મૂક્યા હતા. આથી ગામમાં તણાવની સ્થિતિ પેદા થઈ. જો કે, તંત્રએ હસ્તક્ષેપ કરી શાંતિ સ્થાપી દીધી હતી.

11 માર્ચે વહીવટી તંત્રની બેઠક મળી હતી. તમામને સમાન રીતે પૂજા કરવાનો અધિકાર મળશે. ત્યારબાદ 12 માર્ચે પોલીસ કાફલાની હાજરીમાં દાસ સમુદાયના પાચ લોકોને મંદિરમાં ઘંટ વગાડયો અને ફૂલ-ફળનો શિવજીને અભિષેક કર્યો હતો. મંદિર સમિતિ અને ગ્રામીણોના એક વર્ગે પરંપરા બદલવાનો વિરોધ કર્યા હતા. પરંતુ તંત્રએ સ્પષ્ટ કરી દીધું કે બંધારણના તમામ સમાન અધિકાર આપે છે. હવે ગિદ્ધેશ્વર મંદિરમાં તમામ જાતિઓના લોકો પૂજા કરી શકશે.

દાસ સમુદાયના લોકોએ આને પોતાની માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો અને જણાવ્યું કે, હવે તેઓ પણ સન્માનની સાથે શિવજીની પૂજા કરી શકે છે. વહીવટી તંત્રએ મંદિર બહાર પોલીસ કાફલો ખડકી દીધો હતો જેથી વાતાવરણ શાંત રહે.

Back to top button
error: Content is protected !!