પાલનપુરમાં જૈન સોશિયલ ગ્રુપ દ્વારા વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરાઈ

9 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં જૈન સોશિયલ ગ્રુપ દ્વારા વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરાઈ પાલનપુર કેટલા જૈન સેવા ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે આ પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા જૈન સોશિયલ ગ્રુપ દ્વારા વિવિધ હોદ્દેદારોની શપથ સાથે નિમણૂક નું આયોજન કરાયું હતું તમામ લોકોએ તાળીઓથી વધાવી લીધા હતા
લાયન્સ હોલ – પાલનપુર ખાતે જૈન સોશિયલ ગ્રુપ પાલનપુર ના વર્ષ 2025–26 ના નવ નિર્વાચિત પ્રમુખ શ્રી પ્રતિકભાઇ જી. દોશી અને તેમની કારોબારી નો શપથગ્રહણ સમારંભ. યોજાયો. કાર્યક્રમ માં હિંમતનગર થી પધારેલ ગુજરાત રિજિયન ના ભૂ. પૂ. ચેરમેન શ્રી અરવિંદભાઈ દોશી એ શપથવિધિ કરાવી.જૈન સોશિયલ ગ્રુપ ગુજરાત રિજિયન ના ભૂ. પૂ. ચેરમેન શ્રી મનીષભાઈ શાહ મુખ્ય અતિથિ રહ્યાં. કાર્યક્રમ માં પાલનપુર ગ્રુપના સ્થાપક પ્રમુખ શ્રી જયેશભાઈ પી.બાવીશી, ભૂ.પૂ .પ્રમુખશ્રી લલિતભાઈ ધામી,હર્ષદભાઈ મેહતા, ડો.મેનનભાઈ મેહતા, નવીનભાઈ શાહ, કિરીટભાઈ મસાલિયા, પ્રકાશભાઈ શાહ વગેરે હાજર રહ્યાં. કાર્યક્રમ માં પ્રમુખશ્રી પ્રતિકભાઇ સાથે ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ શાહ,મંત્રી શ્રી નેહલભાઈ વોરા, સહ મંત્રી શ્રી ચેતનભાઈ શાહ તેમજ ખજાનચી તરીકે શ્રી રમેશભાઈ કોઠારી એ શપથ લીધાં. કાર્યક્રમ માં ગ્રુપના સભ્યો ઉત્સાહપૂર્વક હાજર રહ્યાં.કાર્યક્રમ ના અંતમાં પ્રમુખશ્રી પ્રતિકભાઇ ના સૌજન્ય થી સુંદર ભોજન બાદ સૌ છૂટા પડ્યા.





