MORBI:મોરબી ભારતી વિધાલય શાળામાં ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ




MORBI:મોરબી ભારતી વિધાલય શાળામાં ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ


સામાકાંઠા વિસ્તારમાં આવેલી નામાંકિત શાળા ભારતી વિધાલયમાં ઉજવ્યો જન્માષ્ટમી મહોત્સવ.આ કાર્યક્રમ માં શાળાના વિધાર્થીઓ દ્વારા કૃષ્ણ ભક્તિના ડાન્સ – નાટ્ય રજુ કરાયું હતું.તેમજ વાસુદેવ નાના બાલ ગોપાલને નંદ બાબાને ત્યાં મુકવા જાય તેવા દ્રશ્યો રજુ કરીને લોકોને માહિતી આપવામાં આવેલ.શાળાના શિક્ષકોએ આવેલ કૃષ્ણ ભક્તોને કૃષ્ણના પ્રસંગો અને વિષ્ણુ ભગવાનના 10 અવતારની માહિતી પણ આપેલ.તે સાથે શાળાના વિધાર્થીઓને સ્પર્ધાના ઇનામો પણ આપવામાં આવેલ.આ મહોત્સવમાં બહેનો અને ભાઈઓ એમ બંને દ્વારા અલગ અલગ મટકી ફોડવામાં આવેલ અને ત્યાર બાદ દરેક લોકો રાસ ગરબા કરીને આ ઉત્સવની ઉજવણી કરેલ.અંતમાં શાળા પ્રમુખ શ્રી હિતેષભાઇ મહેતાએ આવેલ તમામ વાલી અને નાના કાનુડા અને રાધા બનેલ વિધાર્થીઓનો આભાર વ્યક્ત કરેલ.શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિધાર્થી અને શિક્ષકગણને અભિનંદન પાઠવેલ..




