જમ્મુ કાશ્મીરમાં પર્યટકો સાથે બીજી મોટી દુર્ઘટના ઘટી !!!
જમ્મુ-કાશ્મીરની કાશ્મીર ખીણમાં સ્થિત દાલ લેકમાં મોટી દુર્ઘટના ઘટી છે. શુક્રવારે સાંજે ખરાબ હવામાન અને ભારે પવનના કારણે દાલ સરોવરમાં સવાર એક શિકારા અચાનક ડૂબી ગઈ હતી. જેમાં સવાર પ્રવાસીઓ બચાવ માટે બૂમો પાડી રહ્યા હતાં. પાણીમાં વહેણ વધુ હોવાથી શિકારા પલટી ગઈ હોવાની આશંકા છે.
સ્થાનિક લોકો અને પોલીસે બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ શિકારામાં કેટલા લોકો સવાર હતા, અને કેટલા ડૂબ્યા છે. તેની માહિતી મળી નથી. ભારે પવનના કારણે પાણીના વહેણમાં કરંટ વધ્યો હતો. જેના લીધે શિકારા ડૂબી હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ સાંજે શ્રીનગરના ડલ લેકમાં ભારે પવનને કારણે એક બોટ પલટી ગઈ હતી જેના કારણે પ્રવાસીઓ તળાવના પાણીમાં ડૂબી ગયા. તળાવમાં પડતાની સાથે જ પ્રવાસીએ મદદ માટે બૂમો પાડવાનું શરૂ કરી દીધું. તેનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી છે.
આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો ડલ લેકની આસપાસ રેલિંગ પાસે જોવા મળે છે અને તળાવમાં ફસાયેલા પ્રવાસીઓ બૂમો પાડી રહ્યા છે. આ સમયે પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. લગભગ અડધો ડઝન લોકો પાણીમાં ફસાયેલા જોવા મળે છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે હોડીમાં કેટલા લોકો હતા અને કેટલા તળાવમાં ફસાયેલા છે?