GUJARATMORBIMORBI CITY / TALUKO
WANKANER:વાંકાનેર ના જાલસીકા ગામે પાણીના પ્રવાહમાં ડુબી ગયેલ યુવાનનું મોત
WANKANER:વાંકાનેર ના જાલસીકા ગામે પાણીના પ્રવાહમાં ડુબી ગયેલ યુવાનનું મોત
જાલસીકા ગામ નજીક કોઝવેમાંથી પસાર થતી વેળાએ ૩૫ વર્ષીય યુવાન તણાઈ જતા ફાયરની ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું અને રવિવારે પાણીમાં ડૂબેલા વ્યક્તિનો સોમવારે બપોર બાદ મૃતદેહ હાથ લાગ્યો હતો
વાંકાનેરના જાલસીકા ગામ પાસે આવેલ કોઝવેમાંથી પસાર થતી વેળાએ ડાંગર ભાવેશભાઈ રાવતભાઈ (ઉ.વ.૩૫) નામના યુવાન રવિવારે ડૂબી ગયા હતા પાણીમાં યુવાન ડૂબી જતા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી જેથી વાંકાનેર ઉપરાંત મોરબી, હળવદ અને રાજકોટની ટીમોની મદદ લેવામાં આવી હતી ચાર સેન્ટરમાંથી આવેલ ફાયરની ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું જોકે રેસ્ક્યુ ટીમોને મૃતદેહ જ હાથ લાગ્યો હતો આજે સાંજે ફાયર ટીમે ડાંગર ભાવેશભાઈનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે