ભાજપનું ગુજરાત મોડલ – ભ્રષ્ટાચારનું મોડલ, મંત્રીના પુત્રોએ કર્યો 71 કરોડનો ઘોટાળો – મનીષ સિસોદિયા
ભાજપ સરકારના પંચાયતી રાજ મંત્રીના પુત્રોએ કંપનીઓ બનાવી દાહોદમાં મનરેગાનું કામ લીધું, પણ કર્યું નહીં - મનીષ સિસોદિયા
મંત્રીના બંને પુત્રો અને ભત્રીજો પોલીસની હિરાસતમાં છે, પણ ભાજપે મંત્રીનો ન તો રાજીનામું લીધું અને ન કોઈ કાર્યવાહી કરી – મનીષ સિસોદિયા
પંજાબમાં “આપ” સરકારએ ભ્રષ્ટાચારમાં સામેલ ધારાસભ્યની ધરપકડ કરાવી, પણ ભાજપના મંત્રી હજુ પદ પર ટકી રહ્યા છે – મનીષ સિસોદિયા
ગુજરાત સરકારમાં મોદીજી-અમિત શાહની મંજૂરી વિના કંઈ નહીં થાય તો શું આ ગોટાળામાં તેઓ પણ સામેલ છે? – મનીષ સિસોદિયા
સમગ્ર ગુજરાતમાં હજારો કરોડના કૌભાંડોની આશંકા છે, પણ ભાજપે તેની તપાસ ઈડી-સીબીઆઈને સોંપી નથી – મનીષ સિસોદિયા
ભાજપ જે ગુજરાત મોડલની દેશભરમાં ડંકો વગાડે છે, હકીકતમાં તે ભ્રષ્ટાચારનું મોડલ છે. આ મોડલમાં ભાજપના લોકો અને મંત્રી કરોડોનો ભ્રષ્ટાચાર કરી લે છે, પણ તેમના ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી. આવો જ એક મહાગોટાળો ગુજરાતમાં થયો છે જેના ઉપર આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પંજાબના પ્રભારી મનીષ સિસોદિયાએ ભાજપ પર તીવ્ર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપ સરકારના પંચાયતી રાજ મંત્રીના પુત્રોએ કંપનીઓ બનાવીને દાહોદમાં મનરેગાનું કામ લીધું, પરંતુ કામ કર્યું નહીં અને ૭૧ કરોડ રૂપિયા ખંખેરી લીધા. હવે તેઓ પોલીસની પકડમાં છે, પરંતુ ભાજપે પોતાના મંત્રીનું ન તો રાજીનામું લીધું છે અને ન કોઈ પગલાં લીધાં છે. જ્યારે અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ પંજાબની “આપ” સરકારે ભ્રષ્ટાચારની જાણ થતા જ પોતાના ધારાસભ્યની ધરપકડ કરાવી હતી.
મનીષ સિસોદિયાએ શનિવારે પાર્ટી મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પંજાબમાં શુક્રવારે જ્યારે “આપ”ના એક ધારાસભ્યએ જનતાની સાથે ગડબડ કરી અને ભ્રષ્ટાચાર કર્યો, ત્યારે ભગવંત માનની સરકારએ અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરી. “આપ”ની સરકારએ પોતાના ધારાસભ્ય વિરુદ્ધ કોઈ છૂટછાટ રાખી નથી. આ જ અરવિંદ કેજરીવાલની રાજકીય રીત છે અને આ જ ભગવંત માનની સરકારનો મંત્ર રહ્યો છે. સાથે જ દિલ્હીમાં તેમની સરકારનો પણ એ જ ઉદ્દેશ રહ્યો કે ભ્રષ્ટાચારને સહન કરવામાં આવશે નહીં. ભ્રષ્ટાચારમાં જે પણ લિપ્ત હશે અને જે જનતાની સાથે દગો કરશે, તેને છોડવામાં નહીં આવે, એ કોઈપણ હોય કે ક્યાંય હોય.
મનીષ સિસોદિયાએ ભાજપના ગુજરાત મોડલની ટીકા કરતાં કહ્યું કે ભાજપવાળાઓ પોતાના ગુજરાત મોડલની ઘણી વાતો કરે છે. પણ સત્ય તો એ છે કે ગુજરાત મોડલ ભ્રષ્ટાચારનું મોડલ છે. હવે ખુલાસો થઇ રહ્યો છે કે ગુજરાતના દાહોદમાં મનરેગામાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. મીડિયામાં પણ આ બાબત થોડા ઘણાં સમાચારોમાં આવી છે કે ગુજરાતના પંચાયતી રાજ મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોએ પોતાના પિતાના વિભાગના પૈસા ઉડાવી નાખ્યા. દાહોદમાં ૭૧ કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડ થયું છે. આ માત્ર કૌભાંડ નથી, પરંતુ મહાકૌભાંડ છે. કારણકે ભાજપના મંત્રીના પુત્રોએ પોતાના જ પિતાના વિભાગમાં આ ૭૧ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે અને તેઓ પકડાઈ પણ ગયા છે. મંત્રી બચુ ખાબડના પુત્રો બળવંત અને કિરણ અને તેમનો ભત્રીજો ૭૧ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયા છે.
મનીષ સિસોદિયાએ કહ્યું કે મનરેગાનું ઉદ્દેશ હતું કે ગામમાં ગરીબી રેખા નીચેના એવા ગરીબ લોકોને, જેમના પાસે રોજગાર નથી, તેમને રોજગાર આપવામાં આવે અને ગામમાં કંઈક કામ કરાવવામાં આવે. પરંતુ મંત્રીના પુત્રોએ કંપનીઓ બનાવીને કામ પોતાની પાસે લઇ લીધા, પણ કામ કર્યું જ નહીં. ગામડાઓમાં કોઈ કામ થયું નહીં. ગામના ગરીબ લોકોને રોજગાર મળ્યો નહીં. ગામમાં કામ કરાવવાના અને ગામના ગરીબ લોકોને રોજગાર આપવાના નામે, વગર કોઈ કામ કર્યા અને વગર કોઈને મજૂરી આપ્યા, મંત્રીના બંને પુત્રોએ પોતાની કંપનીઓ દ્વારા ૭૧ કરોડ રૂપિયા ખંખેરી લીધા.
મનીષ સિસોદિયાએ કહ્યું કે આ એક ઘોટાળો છે, પરંતુ તેમાં મહાઘોટાળો એ છે કે ભાજપ સરકારમાં મંત્રી વિરુદ્ધ કોઈ પગલાં લેવાતા નથી. તેમણે આગળ ભાજપની કાર્યશૈલી પર પ્રશ્ન ઉઠાવ્યો કે આ તો માત્ર બે તાલુકાઓનો મામલો છે, જો આખા ગુજરાતના તમામ તાલુકાઓમાં તેની તપાસ કરાવમાં આવે તો આ ગોટાળો કેટલાય હજાર કરોડ રૂપિયાનો નીકળી શકે છે, તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. પરંતુ ભાજપે આ મામલો ન તો CBI ને આપ્યો છે કે ન તો ED ને. મંત્રી સરસ રીતે પોતાના પદ પર બેસેલા છે, જેથી અન્ય તાલુકાઓમાં તપાસ ના થઈ જાય.
મનીષ સિસોદિયાએ કહ્યું કે જ્યારે મંત્રી પોતે પદ પર બેસેલા છે અને તેમના પુત્રો તેમના જ વિભાગમાં ભ્રષ્ટાચારના આરોપમાં ગુજરાત પોલીસની પકડમાં છે, ત્યારે મંત્રીજીનું રાજીનામું કેમ લેવામાં આવતું નથી? ભાજપ પોતાના મંત્રી પાસેથી રાજીનામું કેમ લેતી નથી? તેની પાછળ શું કારણ છે?
મનીષ સિસોદિયાએ કહ્યું કે એક તરફ પંજાબમાં “આપ”ની સરકારએ પોતાના ધારાસભ્ય વિરુદ્ધ તરત પગલાં લીધાં. જ્યારે બીજી તરફ, મંત્રીજીના વિભાગમાં ગોટાળો થઇ રહ્યો છે. આ વાત તો ત્યાંની પોલીસ પણ માને છે, કારણકે મંત્રીજીના પુત્રોને પકડવામાં આવ્યા છે. પણ ભાજપ પોતાના મંત્રી વિરુદ્ધ કોઈ પગલાં લેતી નથી. તેઓ પદ પર બેસેલા છે.
મનીષ સિસોદિયાએ કહ્યું કે સવાલ એ છે કે જ્યારે પુત્રોની કંપનીઓએ ૭૧ કરોડ રૂપિયાની ચોરી કરી છે અને પોલીસ પોતે માને છે કે આ ભ્રષ્ટાચાર થયો છે, તો મંત્રીજી પદ પર કેમ છે? ભાજપની શું મજબૂરી છે? અન્ય તાલુકાઓમાં તપાસ કેમ નથી કરાવવામાં આવી રહી? આ મામલો અત્યારસુધી CBI અને EDને કેમ નથી સોંપાયો? તેમણે જણાવ્યું કે ગુજરાત વિશે કહેવામાં આવે છે કે ત્યાંની સરકાર અમિત શાહ અને પીએમ મોદીની મંજૂરી વગર કંઈ પણ કરતી નથી. તો શું આ ભ્રષ્ટાચાર પણ પીએમ મોદી અને અમિત શાહને પૂછીને થયો હતો? આ મુદ્દે મોદીજી અને અમિત શાહે જવાબ આપવો જોઈએ.
મનીષ સિસોદિયાએ કહ્યું કે ભાજપ આ મામલે ખૂબ જ ખરાબ રીતે ઉગાડી પડી ગઈ છે, કારણકે મંત્રીજીને પદ પર ટકાવી રાખવામાં આવ્યા છે અને મામલો ન તો EDને આપવામાં આવી રહ્યો છે કે ન તો CBIને. ગુજરાત પોલીસ થોડા દિવસ લીપાપોતી કરીને તેમના પુત્રોને ચોક્કસપણે મુક્ત કરી દેશે, એ આપણે સૌને ખબર છે.
મનીષ સિસોદિયાએ કહ્યું કે એક તરફ પંજાબ મોડલ છે, જ્યાં પોતાના પાર્ટીના ધારાસભ્યને પણ નહિ છોડવામાં આવે અને બીજી તરફ ગુજરાત મોડલ છે, જ્યાં પોતાની પાર્ટીના મંત્રીના પુત્રોએ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કર્યો. તેઓ પકડાઈ પણ ગયા, પણ મંત્રીજી વિરુદ્ધ કોઈ પગલાં લેવાતા નથી. કોણ તેમને બચાવી રહ્યું છે? આ ગુજરાત પણ જાણવું માગે છે અને દેશ પણ જાણવો માગે છે.