
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૦૧/૦૭/૨૦૨૪
ગ્રામનિર્માણ કેળવણી મંડળ, થવા સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ,થવા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામ કરતી શાળા છે. આ શાળામાં 1000 જેટલા બાળકો હાલ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરી રહ્યા છે. શાળાની પ્રવૃત્તિઓ ,શિક્ષણ, પરિણામ વગેરે જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ભરૂચ રોટલી ક્લબ દ્વારા મુલાકાત લઈને શાળા માટે શુદ્ધ પાણીનો RO પ્લાન્ટ અને સ્માર્ટ બોર્ડ જેવી સુવિધા આપીને શાળાનું મહત્વ સ્વીકાર્યું છે. RO પ્લાન્ટ અને સ્માર્ટ બોર્ડ ખુલ્લું મૂકવાના પ્રસંગે રોટરી ક્લબ ભરૂચના પ્રેસિડેન્ટ રીઝવાના મેડમ અને એમના સાથે મિત્રો આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્યોર ડ્રીન્કિંગ વોટર સિસ્ટમ શાળા માટે ખુલ્લી મૂકી હતી અને શાળાના વિદ્યાર્થીઓ ટેકનોલોજીના સમયમાં તકનીક થતી શિક્ષણ મેળવે એના માટે એક સ્માર્ટ બોર્ડનું પણ એમણે અનાવરણ કર્યું હતું. ગ્રામ નિર્માણ કેળવણી મંડળ અને એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય રોટરી ક્લબની આ શૈક્ષણિક અને સામાજિક સેવાઓને બિરદાવે છે તેમનો આભાર માને છે.



