NATIONAL

CRPF કેમ્પ પર નક્સલીઓનો મોટો હુમલો, 3 જવાન શહીદ

છત્તીસગઢના સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમ ગામમાં CRPF કેમ્પ પર નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો. આ હુમલામાં 3 જવાનો શહીદ થયા છે, જ્યારે 14 જવાનો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, હુમલાની માહિતી મળતા જ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, સુકમા પોલીસ સ્ટેશન જગરગુંડા વિસ્તારમાં આજે 30 જાન્યુઆરીએ નક્સલી ગતિવિધિઓ પર અંકુશ લગાવવા અને વિસ્તારના લોકોને મદદ કરવા માટે સુરક્ષા કેમ્પ બનાવવામાં આવ્યું હતું. કેમ્પ બાદ સીઆરપીએફના કોબ્રા જવાન જોનાગુડા-અલીગુડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન માઓવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો.

સુરક્ષા દળોએ પણ માઓવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો અને જવાબી કાર્યવાહી કરી. સુરક્ષા દળોના વધતા દબાણને જોઈને માઓવાદીઓ જંગલની આડમાં ભાગી ગયા. જો કે આ અથડામણમાં ગોળી વાગવાથી 3 જવાન શહીદ થયા હતા. અને 14 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. તેમને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં છત્તીસગઢમાં મુખ્યમંત્રીના શપથ પહેલા નક્સલી હુમલો થયો હતો. 13 ડિસેમ્બર 2023ના રોજ નક્સલવાદીઓએ નારાયણપુરમાં IED બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે અન્ય ઘાયલ થયો હતો. નારાયણપુરમાં આ હુમલો એવા સમયે થયો જ્યારે વિષ્ણુદેવ સાય રાજધાનીમાં આયોજિત એક સમારોહમાં સીએમ તરીકે શપથ લેવાના હતા.

નક્સલવાદીઓએ નારાયણપુરની અમદાઈ ખાણમાં IED પ્લાન્ટ કર્યો હતો. CAF 9મી BN બટાલિયનના સૈનિકો તેની ઝપટમાં આવી ગયા હતા. આ હુમલામાં CAF કોન્સ્ટેબલ કમલેશ સાહુ શહીદ થયા હતા, જ્યારે કોન્સ્ટેબલ વિનય કુમાર સાહુ ઘાયલ થયા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!