મેંદરડા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ નિમિત્તે તાજિયા નું ચુલુસ કાઢવામાં આવ્યું અને તાજીયા ને શહેરના મુખ્ય માર્ગ પરથી આઝાદ ચોક ખાતે લાવવામાં આવ્યા ત્યાં હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા એક અનોખા દ્રશ્ય જોવા મળ્યા દર વર્ષની જેમ હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા ભાઈચારા એક અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હિન્દુ તથા મુસ્લિમ ધર્મના લોકો સાથે મળીને મોહરમ નો તહેવાર સાથે માણવામાં આવ્યો આ કાર્ય માં પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી રાજુભાઈ વિઠલાણી તેમજ તાલુકા પ્રમુખ ભરતભાઈ માકડીયા મીંદડા ગ્રામ પંચાયત સરપંચ શ્રી જે.ડી.ખાવડુ પટેલ સમાજ અગ્રણી ચંદ્રેશભાઇ ખૂટ આહીર સમાજ અગ્રણી રજનીશભાઈ સોલંકી તેમજ બ્રહ્મસમાજ અગેવાન ગૌરવકુમાર જોષી તેમજ પ્રફુલભાઈ ધ્રાંગડ તેમજ મનહરભાઈ જોષી, આશિષભાઈ જોષી મયુરભાઈ જોષી તેમજ પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરીયા, દરબાર શ્રી ધર્મેન્દ્રભાઈ વાળા સાહેબ , વનરાજભાઈ ગોવાળિયા, કરણભાઈ દાણીધારીયા,રસિકભાઈ પરમાર, હરસુખભાઈ સરેણા, દલીત આગેવાન જસાભાઈ ડાભી, સુધીરભાઈ ડાભી,બટુકભાઈ વાળા, ધીરેનભાઈ ખાવડુ, મનોજભાઈ પરમાર સહિતના સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુસ્લિમ સમાજ ના લોકોએ હીન્દુ ધર્મ ના લોકો ને માનસનમાન આપીને આવકારીયા હતા અને હીન્દુ અને મુસ્લિમ સમાજ ના લોકો આવીજ રીતે ભાઈચારાની જેમજ રહે અને બીજા તાલુકા ના લોકો પણ આવી રીતે ભાઈચારાની જેમજ રહે તેવી દુવા ઓ કરવામાં આવી
રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – ગૌરવકુમાર જોષી મેંદરડા, જૂનાગઢ