શહેરા મહાલક્ષ્મી મંદિર ખાતે સનાતન હિન્દુ સમાજ દ્વારા રામ કથા તથા રામ મારૂતી યજ્ઞનું આયોજન કરાયું

*શહેરા :-
નિલેશભાઈ દરજી શહેરા
***************
પંચમહાલ જિલ્લાના શહેરાના મહાલક્ષ્મી મંદિર ખાતે સનાતન હિન્દુ સમાજ દ્વારા રામ કથા તથા રામ મારૂતી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પવિત્ર કાર્યક્રમ હિંદુ સંસ્કૃતિ અને પરંપરાઓને વધારવા માટેનું આયોજન કરાયું હતું.સનાતન હિન્દુ સમાજ તરફથી તમામ ભક્તગણ અને હિન્દુ સમાજના સભ્યોને આ પવિત્ર અને પ્રેરણાદાયક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં પાઠવવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દ્વારા રામ કથા તથા રામ મારૂતી યજ્ઞમાં હિંદુ પરંપરાને ઉજાગર કરતા ભજન-કિર્તન અને નૃત્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું.હિન્દુ ધર્મગ્રંથોના આધારે વૈદિક વિધિથી યજ્ઞ કરવામાં આવ્યું હતું. કથાકાર આચાર્ય નરેશ શર્મા દ્વારા શાસ્ત્રોક્ત અને પ્રેરણાદાયક કથા વર્ણન કર્યું હતું.આ રામ કથામાં આવતા પ્રસંગો જેવા કે,ભારધ્વાજ સંવાદ સતી પ્રસંગ, શિવ વિવાહ, નારદ મોહ પ્રસંગ, રામ વનવાસ કેવટ પ્રસંગ, ભરત ચરિત્ર. હનુમાન ચરિત્ર, રામ રાજ્યાભિષેક થતાં કથા વિરામનો સમાવેશ કરવામાં આવ્યો છે.





