JUNAGADH CITY / TALUKO

સ્પેશિયલ અવેરનેસ કેમ્પિયન ડ્રાઇવ અંતર્ગત નાના કોટડા પેસેન્ટર શાળા ખાતે પોક્સો એક્ટ-૨૦૧૨ અંતર્ગત બાલસભા યોજાઈ

સ્પેશિયલ અવેરનેસ કેમ્પિયન ડ્રાઇવ અંતર્ગત
નાના કોટડા પેસેન્ટર શાળા ખાતે પોક્સો એક્ટ-૨૦૧૨ અંતર્ગત બાલસભા યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : હબ ફોર એમ્પાવર મેન્ટ ઓફ વિમેન તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્પેશિયલ અવેરનેસ કેમ્પિયન ડ્રાઇવ અંતર્ગત રોજ વિસાવદર તાલુકાના નાના કોટડા ખાતે પોક્સો એક્ટ-૨૦૧૨ અંતર્ગત બાલસભા યોજાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન બાળકોને પોક્સો એક્ટ-૨૦૧૨ એક્ટની જોગવાઈ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લૈંગિક હિંસા, શોષણ અને દુર્વ્યવહાર સામે સુરક્ષા પ્રદાન કરવી, બાળકો સાથે થતા જુદા જુદા પ્રકારના દુર્વ્યવહાર, બાળકો માટે જરૂરી માનસિક અને સામાજિક સહાય પૂરી પાડવા તેમજ કોઈ પણ વ્યક્તિ બાળક સાથે શારીરિક સ્પર્શ કે દુષ્કર્મ જેવું ગેરકાનૂની કામ કરે તે સજા પાત્ર છે એ બાબતની જાણકારી આપવામાં આવી હતી.
ઉપરાંત ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર અંગે, ગુડ ટચ બેડ ટચ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન હબ ફોર એમ્પાવર મેન્ટ ઓફ વિમેનમાંથી મીનાક્ષીબેન ડેર, રમેશભાઈ ભરડા, સખી વન સ્ટોપ માંથી દિવ્યાબેન ચાવડા, આચાર્ય સોનલબેન ગામીત તેમજ શિક્ષકગણ હાજર રહયા હતા.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી.સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી.ભાડના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.

Back to top button
error: Content is protected !!