ભથવાડા પી.એચ.સી.ની પી.કે.પી, હાઈસ્કૂલ ખાતે સ્કૂલ હેલ્થ જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૧૮.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De:bariya:ભથવાડા પી.એચ.સી.ની પી.કે.પી, હાઈસ્કૂલ ખાતે સ્કૂલ હેલ્થ જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભથવાડા પી.એચ.સી.ની પી.કે.પી. હાઈસ્કૂલ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત અને જીલ્લા ક્ષય અધિકારી ડો. આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.કલ્પેશ બારીયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અને રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ પ્રોગ્રામ અંતર્ગત ટીબી અને HIV/AIDS વિશે ઉંડાણ પૂર્વક માહિતી અને માર્ગદર્શન જન-જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આઈ.ઈ. સી. એક્ટિવિટી મેડિકલ ઓફિસરશ્રી ડૉ. શૈલેન્દ્ર નાયક પી.એસ.સી. ભથવાડા દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ક્ષય અને HIV/AIDS વિશે સમજૂતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમને પી.એચ.સી. ના મેડિકલ ઓફિસરશ્રી, તાલુકા ટીબી સુપર વાઇઝરશ્રી, ICTC Counsellor, MPHS, MPHW તેમજ તમામ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા. છેલ્લે TB/HIV વિશે પ્રશ્નોત્તરી કરી સાચા જવાબ આપનાર વિધાર્થીને પ્રોત્સાહિત ઇનામ આપી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.





