NATIONAL

ગુરુઓ શિષ્યોનું જીવન સુધારવાને બદલે બગાડી રહ્યાં છે, 53 વર્ષીય હેડમાસ્ટરએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

ગુરુઓ શિષ્યોનું જીવન સુધારવાને બદલે બગાડી રહ્યાં છે અને બેશરમીભર્યાં કામો કરી રહ્યાં છે. મહારાષ્ટ્રના નાસિકની એક પ્રાઈવેટ સ્કૂલમાં ધોરણ 10માં ભણતી છોકરી પર પ્રિ્ન્સિપાલ અને ટીચરે દુષ્કર્મ કરતાં ચકચાર મચી હતી.  પોલીસમાં નોઁધાયેલી ફરિયાદ પ્રમાણે, ધોરણ 10નો ક્લાસ ટીચર ગોરખનાથ મારુતી વિદ્યાર્થીનીને 53 વર્ષીય હેડમાસ્ટર તુકારામ ગોવિંદ સાબલેએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું અને પછી ઘેર મોકલી દીધી હતી.

હેડમાસ્ટરના પાપનો ભોગ બનેલી પીડિતા જ્યારે ઘેર આવી ત્યારે તે અસહસજ દેખાતી હતી, માતાએ પૂછતાં તેણે બનેલું કહ્યું હતું અને પછી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ ઘટનાની જાણ થતાં લોકોએ સ્કૂલ બહાર દેખાવ કર્યો હતો અને પીડિતા માટે ન્યાયની માગ કરી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર સવાલ છેડાયો હતો કે છોકરીઓને સાચવવી કઈ રીતે? કારણ કે કળિયુગી ગુરુઓ જ્યાં ત્યાં ફરી રહ્યાં છે અને તક મળતાં હવસ સંતોષી રહ્યાં છે.

Back to top button
error: Content is protected !!