GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

હાલાર ક્રાઇમ-આપઘાત,અપમૃત્યુ અને સબોસબ ખેંચાણી

 

*લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં ઝેરોક્ષ ની દુકાન ચલાવતા વેપારીનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આપઘાત*

જામનગર તા ૧૫, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં રહેતા અને કોમ્પ્યુટર-ઝેરોક્ષ ની દુકાન ચલાવતા એક વેપારીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં રહેતા અને કોમ્પ્યુટર તેમજ ઝેરોક્ષ ની દુકાન ચલાવતા ચંદ્રેશભાઇ જેતશીભાઈ ગાગીયા નામના ૩૨ વર્ષના આહીર જ્ઞાતિના વેપારી યુવાને ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાઝ જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ અરજણભાઈ જેતશીભાઈ ગાગિયાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાડેજા ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને વેપારીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેઓએ કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે ઊંડાણપૂર્વક ની તપાસ શરૂ કરી છે.

*જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ રોડ પર એક મહિલા માટે સ્પીડ બ્રેકર જીવલેણ સાબિત થયું*

*બાઇક પર જઈ રહેલા દંપત્તિને અકસ્માત નડ્યો: પત્નીનું બાઈક પરથી નીચે પટકાઈ પડતાં હેમરેજ થવાથી અપમૃત્યુ*,

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ રોડ પરથી પસાર થઈ રહેલા એક સતવારા દંપત્તિને સ્પીડ બ્રેકર પાસે અકસ્માત નડ્યો હતો, એકાએક સ્પીડ બ્રેકર આવી જતાં બાઈક ની પાછળ બેઠેલા સતવારા મહિલાનું નીચે પટકાઈ પડવાથી પોતાના પતિને નજર સમક્ષ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં દ્વારકાધીશ ટાઉનશિપ શેરી નંબર -૪ માં રહેતા જયેશભાઈ દેવજીભાઈ ખાણધર (૪૭) કે જેઓ રવિવારે સવારે પોણા સાત વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને તેમાં પાછળ પત્ની ચંદ્રિકાબેનને બેસાડીને પ્રદર્શન ગ્રાઉન્ડ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન એકાએક સ્પીડ બ્રેકર આવી જતાં બાઈકની પાછળ બેઠેલા ચંદ્રિકાબેન બાઈક પરથી નીચે પટકાઈ પડ્યા હતા, અને તેઓનું હેમરેજ થઈ જવાના કારણે પતિની નજર સમક્ષ કરુણ મૃત્યુ નીપજયું છે.
પોલીસને આ બનાવ ની જાણ થતાં સિટી બી. ડિવિઝનના પીએસઆઇ કે. એન. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોષ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

 

*જામનગર જિલ્લા નાં ધ્રોલ નજીક નાં સોયલ ટોલ નાકે ત્રણ યુવાનો ઉપર તલવાર અને પાઇપ વડે જીવલેણ હુમલો*

*રાજકોટ ના વતની એવા ૧૦ થી ૧૨ શખ્સોએ સમાધાન માટે ટોલનાકે બોલાવ્યા પછી જીવલેણ હુમલો કર્યો*

જામનગર ના યુવાન ને સમાધાન માટે ધ્રોલ તાલુકાના સોયલ ટોલ નાકે મોડી રાત્રે બોલાવ્યા પછી દસ થી બાર શખ્સો એ પૂર્વયોજિત કાવતરું કરી ને એક યુવાન અને તેના બે મિત્રો ઉપર તિક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ એક યુવાન ઉપર ગાડી ચડાવી દઈ કચડી નાખવા નો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ઈજાગ્રસ્ત ત્રણેય યુવાનો ને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે. જ્યાં પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ધ્રોળ પોલીસે કાવતરું ઘડવા અને હત્યા પ્રયાસ ની કલમ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ બનાવ અંગે વિગત એવી છે કે જામનગર ના રામેશ્વર નગર માટેલ ચોક વિસ્તારમાં રહેતા અને ફાઇનાન્સ નું કામ કરતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા મહેન્દ્રસિંહ જેઠવા ના માસીયાઇ ભાઈ ની દીકરી ને આરોપી મયુરસિંહ ( રાજકોટ ) પરેશાન કરતો હતો, અને ગત રાત્રે મોટા માંઢા ગામે તેની દીકરીને ઉપાડવા માટે પણ ગાડી લઈને પહોંચ્યો હતો.
આ બનાવ અંગેની જાણ થતાં જ દિવ્યરાજસિંહ દ્વારા આરોપી નાં સાગરીત ને ફોન કરવામાં આવતાં સમાધાન માટે ધ્રોલ નજીક ના સોયલ ટોલ નાકે આવી જવા જણાવ્યું હતું. આથી ગત મોડી રાત્રે ફરિયાદી દિવ્યરાજસિંહ જેઠવા પોતાના મિત્ર ધનરાજસિંહ નવલસિંહ પરમાર , જીતેન્દ્રસિંહ રાયજાદા અને કરણ પોપટ ને લઈ ને સોયલ ટોલ નાકે પહોંચ્યા હતા. ત્યારે રાજકોટ તરફથી ચાર અલગ અલગ મોટરકારમાં આવેલા વિક્રમસિંહ રાણા , મયુરસિંહ રાણા સાહિત નાં ૧૦ થી ૧૨ શખ્સો એ તલવાર , પાઇપ વડે દિવ્યરાજસિંહ જેઠવા , અને તેના મિત્ર ધનરાજસિંહ અને જીતેન્દ્રસિંહ રાયજાદા ઉપર હુમલો કર્યો હતો. જેમાં દિવ્યરાજસિંહ ને અને ધનરાજસિંહ ને માથામાં તલવાર મારવામાં આવી હતી, જ્યારે જીતેન્દ્રસિંહ ને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત દિવ્યરાજ સિંહ જેઠવા નીચે પડી જતાં તેના બંને પગ ઉપર મોટરકાર ચઢાવી દેવામાં આવી હતી. આ પછી લોકો ત્યાં એકઠા થઇજતાં તમામ આરોપીઓ પોતાના વાહન માં રાજકોટ તરફ નાસી ગયા હતા.
આ બનાવ માં ઇજાગ્રસ્ત ત્રણેય ને સારવાર માટે હોસ્પિટલ માં લઈ જવા હતાં .જ્યાં દિવ્યરાજસિંહ જેઠવા એ પોલીસ મા ફરિયાદ નોંધાવતાં ધ્રોળ પોલીસે હત્યા પ્રયાસ કાવતરું વગેરે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે .જેની તપાસ પો સબ. ઇન્સ.પી જી.પનારા ચલાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!