NATIONAL

દુનિયા બેલેટ પેપરનો ઉપયોગ કરી શકે તો આપણે કેમ નહીં ? : શરદ પવાર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીની હાર બાદ હવે NCP(SP)ના પ્રમુખ શરદ પવારે ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. શરદ પવારે કહ્યું કે દુનિયાભરના દેશ લોકતાંત્રિક ચૂંટણીઓમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ભારતમાં શા માટે EVMનો ઉપયોગ થઇ રહ્યો છે. શરદ પવારે મહાવિકાસ અઘાડી (MVA)ની હાર માટે EVM પર નિશાન સાધ્યું છે અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
શરદ પવારે રવિવારે સોલાપુર જિલ્લાના મરકડવાડી ગામમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ વિરૂદ્ધ EVM વિરોધી પ્રદર્શન કર્યું હતું. શરદ પવારે ગ્રામીણો સાથે મુલાકાત કરી હતી અને બાદમાં કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન શરદ પવારે EVM પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા.
શરદ પવારે જનતાને સંબોધિત કરતા કહ્યું કે અહીં આવ્યા પહેલા મે સાંભળ્યું હતું કે અહીંના લોકો પર કેસ નોંધવામાં આવ્યો હતો કારણ કે તમે અલગ વલણ અપનાવ્યું હતું અને તમે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા માંગતા હતા કારણ કે તમને પરિણામો પર વિશ્વાસ નહતો. આ આશ્ચર્યજનક છે.

શરદ પવારે EVM અને લોકોની ફરિયાદને લઇને કહ્યું કે તમે જે પણ ફરિયાદો મને સોપી છે, અમે તેને ચૂંટણી પંચ અને રાજ્યના મુખ્યમંત્રીને મોકલીશું અને એક પ્રસ્તાવ લાવીશું કે અમે EVMથી ચૂંટણી ઇચ્છતા નથી, બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઇએ.
NCP (SP) નેતા શરદ પવારે વધુમાં કહ્યું કે, અમેરિકા, ઇંગ્લેન્ડ અને કેટલાક યુરોપીયન દેશમાં EVMથી નહીં પણ બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે છે. જ્યારે આખી દુનિયામાં બેલેટ પેપરથી ચૂંટણી થઇ રહી છે તો પછી ભારતમાં EVMનો ઉપયોગ કેમ થઇ રહ્યો છે.

Back to top button
error: Content is protected !!