MORBI:આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સ્થાપના દિન નિમિત્તે દરેક જિલ્લા અને તાલુકા માં પ્રતિક ઉપવાસ નું આયોજન કરવામાં આવ્યું

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સ્થાપના દિન નિમિત્તે દરેક જિલ્લા અને તાલુકા માં પ્રતિક ઉપવાસ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોરબી જિલ્લાના હોદ્દેદારો દ્વારા પ્રતિક ઉપવાસ નાં પારણાં કર્યા
આજ રોજ ગુજરાત સ્થાપના દિવસ નીમીત્તે ગુજરાત ભરમાં ગુજરાત ની સુખાકારી સમૃધ્ધિ શાંતિ માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના હોદેદારો અને કાર્યકરો દ્વારા આજે સવારથી ઉપવાસ રાખ્યા હતા. જે ઉપવાસ નાં પારણાં પ્રસંગે મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાની આગેવાની હેઠળ જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા તમામ હોદેદારો અને કાર્યકર્તાઓને ઉપવાસ નાં પારણાં કરવામાં આવ્યાં હતાં તેમજ વાકાનેર વિધાનસભા વિસ્તારના પારણા વાંકાનેર વિધાનસભાના પ્રભારી પંકજભાઈ અદ્રોજા દ્વારા અને ટંકારા વિધાનસભાના પારણા ટંકારા તાલુકા પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા દ્વારા કરાવવામાં આવ્યા હતા અને સાથે ગુજરાત માં સુખાકારી સમૃધ્ધિ શાંતિ માટે સંકલ્પ કર્યો હતો..










