GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ગાળા ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડ : ૯ ઇસમો રૂ. ૨.૬૨ લાખના મુદામાલ સાથે ઝડપાયા

 

MORBI:મોરબીના ગાળા ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડ : ૯ ઇસમો રૂ. ૨.૬૨ લાખના મુદામાલ સાથે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા ગાળા ગામની સીમમાં આવેલી વાડીમાં દરોડો પાડી જુગાર રમતા ૯ ઇસમોને રોકડ રકમ તથા મોબાઇલ મળી કુલ રૂ. ૨,૬૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો નોંધ્યો છે.

પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી જિલ્લાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન/જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એન. એસ. પેટીયા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ગાળા ગામની સીમમાં આવેલી વિનોદભાઈ બચુભાઈ કડીવારની વાડીમાં રેડ કરવામાં આવી હતી.

રેડ દરમિયાન ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા ૯ ઇસમોને સ્થળ પરથી રોકડા રૂ. ૨,૧૬,૦૦૦/- તથા ૦૯ નંગ મોબાઈલ (કિંમત રૂ. ૪૬,૦૦૦/-) મળી કુલ રૂ. ૨,૬૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ:૧. હર્ષદભાઈ મધુભાઈ હણવટીયા (રહે. જેતપર, તા.જી. મોરબી) ૨. અશ્વિનભાઈ કિરજીભાઈ ભટાસણા (રહે. શાસ્ત્રીનગર શેરી નં. ૦૩, રવાપર રોડ, મોરબી) ૩. ભાવેશભાઈ ઉર્ફે ભગીરથભાઈ રુપાભાઈ અમૂતિયા (રહે. જેતપર, મોરબી) ૪. વિજયભાઈ ધનજીભાઈ ચાકમીયા (રહે. રવાપર ગામ, પાનવાળી શેરી, મોરબી) ૫. જયદિપભાઈ અયવરભાઈ કગથરા (રહે. શુકન એપાર્ટમેન્ટ, રવાપર રોડ, મોરબી) ૬. પ્રદ્યુમનસિંહ ઉર્ફે પટુભા પ્રવિણસિંહ ઝાલા (રહે. મુળ સાણથલ, હાલ અમરનગર, તા.જી. મોરબી) ૭. ગણપતભાઈ મનહરભાઈ જાનવા (રહે. જેતપર, તા.જી. મોરબી) ૮. જયંતીલાલ હરજીવનભાઈ કડીવાર (રહે. વાઘપર, તા.જી. મોરબી) ૯. વિનોદભાઈ બચુભાઈ કડીવાર (વાડી કબજો ધરાવનાર, રહે. વાઘપર, તા.જી. મોરબી)

નાસી છૂટેલ આરોપી:૧. લલિતભાઈ તિલકતુલસીભાઈ ઉર્ફે તિકુભાઈ સંધાણી (રહે. જેતપર, તા.જી. મોરબી) — જેને અટક કરવાના બાકી છે.આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. પેટીયા, પી.એસ.આઈ. સી.એસ. સોંદરવા, એચ.એસ. તિવારી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!