સગીર છોકરીને અશ્લિલ વીડિયો દેખાડશો તો 7 વર્ષની જેલની સજા થઈ શકે છે
સગીર છોકરીને અશ્લિલ વીડિયો દેખાડવો ગુનો છે તેવું ગુરુગ્રામની એક કોર્ટે કહ્યું છે. 7 વર્ષની બાળકીને અશ્લીલ વીડિયો બતાવવા બદલ કોર્ટે ગુનેગારને સાત વર્ષની જેલની સજા ફટકારી છે તે ઉપરાંત ગુનેગારને 60,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અહીંની એક કોર્ટે સાત વર્ષની બાળકીને અશ્લીલ વીડિયો બતાવવા બદલ એક પુરુષને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 7 જૂન, 2022 ના રોજ, સેક્ટર 40 માં એક સગીર છોકરીને એક પુરુષ અશ્લીલ વીડિયો બતાવતો હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ સેક્ટર 40 પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી અને ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લાના જોરાસી ગામના વતની આરોપી આનંદની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પછી, પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી અને કોર્ટ સમક્ષ જરૂરી તમામ પુરાવા અને સાક્ષીઓ રજૂ કર્યા હતા.
આ કેસની ગંભીરતા જોતાં કોર્ટે એવું કહ્યું કે અશ્લિલ વીડિયો દેખાડવો મોટો ગુનો છે અને તેને માટે સજા પણ મોટી હોઈ શકે છે. કોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી હતી.