ગુજરાતમાં 15 ટકાને તો સરવાળા-બાદબાકી નથી આવડતા : નેશનલ સેમ્પલ સર્વે
ભારતનું બંધારણ તમામ બાળકોને શિક્ષણનો અધિકાર આપે છે. સરકારોની જવાબદારી છે કે તેઓ દરેક બાળકોને મફત શિક્ષણ આપે. પરંતુ એવું શું બને છે કે બાળક ભણવા નથી માગતું? આ વાત એટલા માટે કારણ કે સરકારના જ એક સર્વેમાં સામે આવ્યું છે કે ઘણાં બધા બાળકો એવા છે કે ખુદ જ નથી ભણવા માગતા, એટલા માટે તેઓ શાળાએ જતાં જ નથી.
નેશનલ સેમ્પલ સર્વેનો એક રિવોર્ટ આવ્યો છે. જે સર્વેમાં સામે આવ્યું છે કે, ભારતમાં અંદાજિત 2 ટકા બાળકો એવા છે, જે ક્યારેય શાળાએ નથી ગયા. કેરળ એક માત્ર એવું રાજ્ય છે, જ્યાં તમામ બાળકો શાળાએ ગયા છે.
આ સર્વેમાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે શાળા ન જવાનું મોટું કારણ આર્થિક તંગી નથી. પરંતુ, વધુ પડતા બાળકો એટલા માટે શાળાએ નથી જતા કારણ કે તેઓ ખુદ જ નથી ભણવા માગતા અથવા તો તેમના માતા-પિતા તેમને ભણાવવા નથી ઈચ્છતા.
સર્વેમાં સામે આવ્યું છે કે જે બાળકો શાળાએ નથી ગયા, તેમાંથી અંદાજિત 17 ટકા બાળકોને શાળાએ ન જઈ શકવાનું કારણ આર્થિક તંગી હતી. જ્યારે અંદાજિત 24 ટકા બાળકો એટલા માટે શાળાએ નથી ગયા કારણ કે તેઓ ભણવા નથી ઈચ્છતા. 21 ટકા બાળકો એટલા માટે શાળાથી દૂર છે કારણ કે તેમના માતા-પિતા નથી ઈચ્છતા કે તે ભણે. જ્યારે 13 ટકા બાળકો કોઈ બીમારી કે દિવ્યાંગતાના કારણે શાળાએ નથી જઈ શકતા.
2011માં જ્યારે છેલ્લી વખત વસ્તી ગણતરી થઈ હતી, ત્યારે સામે આવ્યું હતું કે ભારતમાં 78 કરોડ લોકો શિક્ષિત છે. પરંતુ તેમાં એ પણ સામે આવ્યું હતું કે, તેમાંથી 40 કરોડ એવા છે જેમને પોતાનું નામ પણ બરાબર નથી લખતા આવડતું, એટલે ભણવા-લખવા વાળી અડધી વસ્તી માત્ર નામની ભણેલી હતી.
નેશનલ સેમ્પલ સર્વેનો રિપોર્ટ સામે આવ્યું છે કે, 15 વર્ષથી વધુ ઉંમરના 81.6 ટકા લોકો જ એક સામાન્ય વાક્ય વાંચી કે લખી શકે છે. તેનો મતલબ એ થયો કે હજુ પણ 18 ટકાથી વધુ વસ્તી એવી છે જે દરરોજની જિંદગીમાં એક લાઈન પણ બરાબર વાંચી-લખી નથી શકતી. જે એક લાઈન પણ બરાબર નથી વાંચી શકતી તેમાં 11.7 ટકા પુરૂષ અને 25 ટકાથી વધુ મહિલાઓ છે.
ગામડાંઓમાં તો પરિસ્થિતિ વધુ ખરાબ છે. ગામડાંઓમાં રહેતા 22 ટકાથી વધુ લોકો વાંચી-લખી નથી શકતા. જ્યારે, શહેરના એવા લોકોની સંખ્યા 10 ટકાની આસપાસ છે. આ પરિસ્થિતિ ત્યારે છે જ્યારે વધુ પડતી શાળા ગ્રામ્ય વિસ્તારોમાં છે. શિક્ષણ મંત્રાલયના અનુસાર, દેશભરમાં 14.89 લાખ શાળા છે. તેમાંથી 2.54 લાખ શાળા શહેર અને 12.34 લાખ શાળા ગામોમાં છે.
ગામો અને શહેરોના આંકડામાં પણ ખુબ અંતર છે. ગામોમાં રહેતા દર 4 માંથી 1 અને શહેરમાં રહેતા દર 10 માંથી 1 વ્યક્તિ સામાન્ય સરવાળા-બાદબાકી કરી નથી શકતા. ગામમાં રહેતી 14 ટકાથી વધુ મહિલાઓ એવું નથી કરી શકતી.
આ સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે વધુ પડતાં ભારતીય સાયન્સ અને ટેક્નોલોજી ભણવામાં ખચકાય છે. 21 વર્ષથી વધુ ઉંમરના માત્ર 34 ટકા લોકો જ એવા છે, જેમને સાયન્સ અથવા ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સાયન્સ અથવા ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન કરવામાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધુ પાછળ છે. માત્ર 29 ટકા મહિલાઓ અને 37 ટકા પુરૂષોએ જ આ કોર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
એટલું જ નહીં, હાલના સમયમાં ભારતમાં 25 ટકાથી વધુ યુવાનો એવા છે, જેઓ ન તો ભણી રહ્યા છે, ન તો જોબ કરી રહ્યા છે અને ન તો કોઈ પ્રકારની ટ્રેનિંગ લઈ રહ્યા છે. તેમાં 44 ટકાથી વધુ મહિલાઓ છે.
સર્વેમાં ત્રણ મહિના પહેલા 43 ટકાથી વધુ લોકો એવા હતા, જેમણે ઈન્ટરનેટનો ઉપયોગ જ નહોતો કર્યો. એવી પરિસ્થિતિ ત્યારે છે જ્યારે લગભગ તમામ લોકો સુધી ઈન્ટરનેટ પહોંચી ચૂક્યું છે.