GUJARATJUNAGADHKESHOD

રમતોત્સવ 2024-25 અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની  વોલીબોલ,કબડ્ડી,ખોખો અને એથલેટિકસ સ્પર્ધા સરકારી આદર્શ નિવાસી શાળા,કેશોદ ખાતે યોજાઈ

રમતોત્સવ 2024-25 અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની  વોલીબોલ,કબડ્ડી,ખોખો અને એથલેટિકસ સ્પર્ધા સરકારી આદર્શ નિવાસી શાળા,કેશોદ ખાતે યોજાઈ

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ,ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી-જુનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય  રમતોત્સવ 2024-25 અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની  વોલીબોલ,કબડ્ડી,ખોખો અને એથલેટિકસ સ્પર્ધા સરકારી આદર્શ નિવાસી શાળા,કેશોદ ખાતે યોજાઈ રહી છે.આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે ટૉસ ઉછાળી સ્પર્ધાને ખૂલ્લી મુકી હતી.આ પ્રસંગે તાલુકા સંગઠન મંત્રી શૈલેષભાઈ મક્કા,પ્રિન્સિપાલ બી.વી.ભાવસાર,બી.આર.સી.કોર્ડીનેટર ભરતભાઈ નંદાણીયા,એમ.ડી. દાહીમા,એસ.એચ.મુછાળ,પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ,શિક્ષક ભાઈઓ તથા બહેનો, તાલુકાના ટ્રેનર્સ ,ખેલ સહાયકો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. ખોખો સ્પર્ધાના અલગ અલગ વય જૂથમાં 42 જેટલી ટીમના 500 કરતા વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના પ્રારંભે આ સ્પર્ધાના કન્વીનર અને જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડૉ.હમીરસિંહ વાળાએ ખૂબ બહોળી સંખ્યામાં ભાગ લેનાર તમામ ખેલાડી ભાઈઓ-બહેનો અને સંસ્થાઓને અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.કબડ્ડી સ્પર્ધામાં  જુદા જુદા વય ગ્રુપમાં 31 જેટલી ટીમના 472 જેટલા ખેલાડીઓએ ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. કેશોદ તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર સર્વ ખેલાડીઓને ધારાસભ્ય દેવાભાઈ માલમે આગામી જિલ્લા તથા રાજ્યની સ્પર્ધામાં ખેલદિલી પૂર્વક ભાગ લઈ જુનાગઢ અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.ભાગ લેનાર તમામ ખેલાડીઓ માટે ધારાસભ્યશ્રી દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.તાલુકા કક્ષાનાં વિજેતા ખેલાડીઓ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ કેશોદનું પ્રતિનિધિત્વ કરશે,આ રમતોત્સવના સફળ આયોજન માટે જે.એસ.ભારવાડીયા, આર. બી.ચુડાસમા, એ.જી.બોરીસાગર,વિજયસિંહ વાળા,અજય ઠાકોર અને તાલુકાના વ્યાયામ શિક્ષક જહેમત ઉઠાવી રહ્યા છે. ખૂબ સફળ આયોજન બદલ જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ગૌરાંગ નરેએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!