MORBIMORBI CITY / TALUKO

મોરબી નવયુગ  પ્રીસ્કૂલમાં પણ પદવીદાન સમારોહ ઉજવાયો

મોરબી નવયુગ  પ્રીસ્કૂલમાં પણ પદવીદાન સમારોહ ઉજવાયો

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મોરબીની નામાંકિત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના નવયુગ પ્રેપ સેક્શન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ, નવયુગ પ્રિસ્કૂલ અને નવયુગ કિડ્સ(ઇંગ્લીશમીડીયમ) વિભાગમાં ગ્રેજ્યુએશન ડે ઉજવાયું હતો..નવયુગ પ્રેપ સેક્શનમાં સિનિયર કેજી માં અભ્યાસ કરતા બાળકો પોતાનું પ્રીસ્કુલ એજ્યુકેશન પૂરું કરતા હોય તેવા દરેક બાળકોને જે રીતે યુનિવર્સિટીમાં પદવીદાન યોજાય છે તે જ રીતે થીમ થી બાળકોને હેટ તેમજ પ્રી સ્કૂલ ગ્રેજ્યુએશન પદવી એનાયત કરી હતી તેમજ સાથે સાથે તમામ ભૂલકાઓએ અવનવી કૃતિઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુક્ત કર્યા હતા.


જેમ કોલેજમાં ત્રણ વર્ષ પછી ડિગ્રી એટલે કે પદવી એનાયત કરવામાં આવે છે તેવીજ રીતે જે વિદ્યાર્થીઓ એ પ્રી એજ્યુકેશનના ત્રણ વર્ષ પૂર્ણ કરેલ છે તે તમામ વિદ્યાર્થીઓને તેમનું રિપોર્ટ કાર્ડ ,હેટ તેમજ બેલ્ટ પહેરાવી સન્માનિત કર્યા હતા આ તકે બહોળી સંખ્યામાં પેરેન્ટ્સ ઉપસ્થિત રહી બાળકોનાં ઉત્સાહને વધાર્યો હતો.*

પી.ડી. કાંજીયાસર ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો….

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!