
વિજાપુર પિલવાઇ કોલેજના આર્ટસ સાયન્સ કોમર્સ કોલેજના રસાયણ વિભાગ ના અધ્યક્ષ નુ વિદાય સભારંભ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પીલવાઈ ગામે આવેલ ડો જે ડી તલાટી વિદ્યાસંકુલ માં આવેલ આર્ટસ સાયન્સ અને કોમર્સ કોલેજના રસાયણ વિભાગના અધ્યક્ષ ડો રાજેન્દ્ર આર દવે નો વિદાય સમારંભ યોજાયો હતો. પીલવાઈ ગામની કોલેજમાં સતત ૩૩ વર્ષની દીર્ઘકાલીન સેવાઓ આપી વય નિવૃત્તિ ના કારણે વિદાય લેતા ડો રાજેન્દ્ર દવેને સંચાલક મંડળ તથા વિદ્યાસંકુલની ત્રણેય શાખાઓ સંસ્થાના કર્મચારીઓએ ભવ્ય વિદાય આપી હતી. અને ડો દવે સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા. સંચાલક મંડળ તરફથી ઉપપ્રમુખ રમણભાઈ પટેલ તથા મંત્રી મુકેશકુમાર વિહોલે શ્રીફળ તથા શાલ ઉઢાડી સન્માન કર્યું હતું. આચાર્ય ડો સંજય શાહે ડો દવે સાથેના સંસ્મરણો વાગોળી તેમણે કોલેજમાં અધ્યાપક તરીકે આપેલી સેવાઓ અને કોલેજ ના વિદ્યાર્થીઓ સાથે સ્નેહ સબંધ કર્યો વાગોળ્યા હતા. અધ્યાપકો દ્વારા સન્માનપત્ર તેમજ કોલેજની ક્રેડિટ સોસાયટી દ્વારા ડો રાજેન્દ્ર દવે ને ચેક અર્પણ કરાયો હતો. આઈ.ટી.આઈ. ના કર્મચારીઓ દ્વારા પણ તેઓનું સન્માન કરાયું હતું. ઊંઝા કોલેજના આચાર્ય ડૉ જગદીશ પ્રજાપતિએ સમારંભના મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. પાટણ કોલેજના પ્રાધ્યાપક મનુભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ડો રાજેન્દ્ર દવેએ તેમના કોલેજ પરિવારના સભ્યો સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમનો પરિવાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો હતો.




