નીતિન નબીનને BJPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા

ભારતીય જનતા પાર્ટી (BJP) એ એક મોટો સંગઠનાત્મક નિર્ણય લેતા બિહાર સરકારમાં મંત્રી રહેલા નીતિન નબીનને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂકને બિહાર તેમજ રાષ્ટ્રીય રાજકારણમાં ભાજપની વ્યૂહાત્મક મજબૂતી તરીકે જોવામાં આવી રહી છે. પાર્ટી નેતૃત્વએ તેમના સંગઠનાત્મક અનુભવ, પાયાના સ્તરે હાજરી અને વહીવટી ક્ષમતાઓને ટાંકીને તેમને આ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી છે.
નીતિન નબીન હાલમાં પટના બાંકીપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે. તેઓ વિદ્યાર્થી રાજનીતિથી લઈને સંગઠનના અલગ અલગ પદો સુધી સફર નક્કી કરી ચૂક્યા છે. તેમની ઓળખ એક શિસ્તબદ્ધ આયોજક અને ઝડપી નિર્ણય લેનારા તરીકે છે. તેમણે બિહાર ભાજપમાં અનેક મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે, જેમાં રાજ્ય સ્તરે સંગઠનને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નવા કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘નીતિન નવીને એક મહેનતુ ભાજપ કાર્યકર તરીકે ઓળખ બનાવી છે. તેઓ એક યુવાન અને સમર્પિત નેતા છે જેમને વ્યાપક સંગઠનાત્મક અનુભવ છે. બિહારમાં ધારાસભ્ય અને મંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ પ્રભાવશાળી રહ્યો છે.



