NATIONAL

બજેટ 2026માં ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં,કેન્સર-શુગરની દવાઓ, CNG, બેટરી અને વિમાનનું ઇંધણ સસ્તું થશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા બજેટ 2026માં ખેતી ક્ષેત્રને આધુનિક બનાવવા માટે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. સરકાર દ્વારા ‘ભારત વિસ્તાર’ (Bharat Vistar) નામનું એક બહુભાષી AI-આધારિત પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટૂલનો મુખ્ય હેતુ ખેડૂતોને પાક આયોજન, હવામાનની આગાહી, જંતુ વ્યવસ્થાપન અને બજારની કિંમતો અંગે સચોટ સલાહ આપીને તેમના જોખમો ઘટાડવાનો છે.
આ AI ટૂલ દેશના ‘એગ્રી-સ્ટેક’ (Agri-stack) સાથે સંકલિત કરવામાં આવશે, જેનાથી ખેડૂતોને તેમની પોતાની ભાષામાં માર્ગદર્શન મળશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. ત્યારે ટૂંકમાં અને સરળ શબ્દોમાં જાણો આજના બજેટની તમામ મોટી જાહેરાતો:

ઇન્કમ ટેક્સ પર કોઈ પણ પ્રકારની છૂટની જાહેરાત નથી કરાઈ. વર્તમાન ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી. નાણામંત્રીની બજેટ સ્પીચ પૂરી થયા બાદ શેરમાર્કેટમાં કડાકો બોલ્યો હતો. એક સમયે તો સેન્સેક્સ 2300 પોઇન્ટ ગબડ્યો અને નિફ્ટી 600થી વધારે પોઇન્ટ ગબડ્યો હતો. જો કે બાદમાં ધીમે ધીમે શેરમાર્કેટ રિકવરી તરફ આગળ વધ્યું પરંતુ એ સ્પષ્ટ છે કે આ બજેટથી રોકાણકારો થોડા નિરાશ થયા છે.

– 17 કેન્સર વિરોધી દવાઓની કસ્ટમ ડ્યુટીમાં રાહત
– SEZ – સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં બનેલા સામાન પર કસ્ટમ ડ્યુટીમાં રાહત
– સંરક્ષણ ક્ષેત્રમાં અને વિમાનના રિપેરિંગ માટેના કાચા માલ પર કસ્ટમ ડ્યુટીમાં રાહત
– મહત્ત્વની ખનીજો અને ઉદ્યોગને પ્રોત્સાહન આપતા કાચા માલ પર કસ્ટમ ડ્યુટીમાં રાહત

 

મેડિકલ ટુરિઝમ

સરકાર આગામી સમયમાં મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા તરફ પગલાં લેશે. આ માટે 5 સેન્ટર બનાવવામાં આવશે જેમાં રાજ્યોને સરકાર મદદ કરશે. આ સિવાય લોથલ અને હસ્તિનાપુર જેવા દેશનો વૈવિધ્યસભર વારસો ધરાવતા 15 સ્થળોનો વિકાસ કરવામાં આવશે.

માનસિક સ્વાસ્થ્યને મહત્ત્વ
બદલાતા સમય અને યુગમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. જે બાબતે સરકાર પણ પગલાં લેશે.  NIMHANS 2.0 પ્રોગ્રામ હેઠળ ઉત્તર ભારતમાં બે સંસ્થાઓ શરુ થશે.

ટેક્સટાઇલ ક્ષેત્ર માટે જાહેરાતો

– રાષ્ટ્રીય ફાઇબર યોજના
– વસ્ત્ર વિસ્તાર અને રોજગાર યોજના
– રાષ્ટ્રીય હસ્તકલા કાર્યક્રમ
– ટેક્સ્ટ-ઇકોન પહેલ
– સમર્થ 2.0

ટેક્સ પેયર્સ અને વિદેશી રોકાણકારો માટે મહત્ત્વના ફેરફાર
કેન્દ્રીય બજેટ 2026માં નાણામંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓ માટે મોટી રાહતની જાહેરાત કરી. હવે આવકવેરા રિટર્ન રિવાઇઝ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ સુધી લંબાવવામાં આવી, જોકે તેના માટે નજીવી ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત આઈટીઆર ફાઇલ કરવાની ટાઇમલાઇનમાં પણ ફેરફાર સૂચવાયો. જેમાં ITR 1 અને 2 ભરનારા વ્યક્તિગત કરદાતાઓ 31 જુલાઈ સુધી રિટર્ન ભરી શકશે, જ્યારે ટ્રસ્ટ અને નોન-ઑડિટ બિઝનેસ માટે આ મર્યાદા 31 ઑગસ્ટ સુધી રહેશે.

વિદેશી રોકાણકારો માટે માટે જાહેરાત 
નાણામંત્રીએ બાયબેક કેપિટલ ટેક્સનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો. વિદેશી રોકાણને આકર્ષવા માટે બોન્ડેડ ઝોનમાં મેન્યુફેક્ચરર્સને કેપિટલ ગુડ્સ અને સાધનો પૂરા પાડતા બિન-નિવાસીઓને 5 વર્ષ માટે આવકવેરામાંથી મુક્તિ આપવાની મોટી જાહેરાત થઈ.
સ્કૂલ-કૉલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ બનશે

બજેટ ભાષણમાં નાણા મંત્રીએ જાહેરાત કરી હતી કે, દેશભરની 15,000 ઉચ્ચતર માધ્યમિક અને 500 કૉલેજોમાં ‘કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ’ સ્થાપવામાં આવશે. આ પહેલ મુંબઈ સ્થિત ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્રિએટિવ ટૅક્નોલૉજી'(IICT)ના સહયોગથી શરુ કરાશે. આ લેબ્સ દ્વારા વિદ્યાર્થીઓને નાનપણથી જ ક્રિએટિવ ટૅક્નોલૉજી અને ડિજિટલ કન્ટેન્ટ નિર્માણની તાલીમ મળશે.

બજેટ બાદ શું સસ્તું થશે?
ચામડું (લેધર)
કપડાં (ટેક્સટાઈલ)
સિન્થેટિક ફૂટવેર
વિદેશી મુસાફરી
કેન્સરની ૧૭ દવાઓ
માઈક્રોવેવ ઓવન
જૂતાં
એરક્રાફ્ટ નિર્માણ સાથે સંબંધિત વસ્તુઓ
ઈલેક્ટ્રિક વાહન (EV) બેટરી
શુગરની દવાઓ (ડાયાબિટીસની દવાઓ)
ચામડું અને કપડાંનો નિકાસ
બાયોગેસ મિક્સ્ડ CNG
સોલર ગ્લાસ
મિક્સ્ડ ગેસ CNG
વિમાનોનું ઈંધણ (એવિએશન ટર્બાઈન ફ્યુઅલ)

શું મોંઘું થયું?

મિનરલ્સ,

સ્ક્રેપ અને ખનીજ

દારૂ

ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ

તમાકુ અને સિગારેટ


Back to top button
error: Content is protected !!