પાલનપુર તાલુકા ના ગાદલવાડા ગામે આંગણવાડી પ્રવેશોસ્તવ 2025 ઉજવાયો

27 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકા ના ગાદલવાડા ગામે આંગણવાડી પ્રવેશ મહોત્સવ 2025 ઉજવાયો.આ કાર્યકમ માં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઉષાબેન ગજ્જર સીડીપીઓ શ્રીમતી સરોજબેન પટેલ આંગણવાડી બેનો અને નાના બાળકો ને સ્લેટપેન સ્કૂલ બુટ અને ક્રીમ રોલ. બિસ્કિટ મીઠાઈ ચવાણું નાના બાળકો ને આપવામાં આવ્યું. ગ્રામજનો ની બહોળી સંખ્યા માં ગાદલવાડા ગામે આંગણવાડી પ્રવેશોસ્તવ 2025 ઉજવાયો.જેમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રીના સહયોગથી સ્કૂલ બુટ આપવામાં આવ્યા અને મીઠાઈ ક્રીમ રોલ નો નાસ્તો આપવામાં આવ્યો મુકેશભાઈ ભટ્ટ દ્વારા જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી નુ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું નાના બાળકો ને કીટ ના દાતા તરીકે ધાણક પારું બેન લવજીભાઈ તરફ થી નાના ભૂલકાંઓને સ્લેટ/પેન આપવામાં આવી પ્રવેશોસ્તવ 2025 દાતાઓના સહયોગ થી ઉજવાયો. 






