BANASKANTHAPALANPUR

બનાસકાંઠા ટીબીઅને એનિમિયા દૂર કરવા વિવિધ સંસ્થાઓએ જનજાગૃતિ માટે પ્રોજેક્ટ કાર્યક્રમ યોજાયો

27 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠાના અંબાજી ખાતે એક જનજાગૃતિ ભાગરૂપે જેમાં ખાસ કરીને ટી.બી અને એનીમિયા જેવા રોગો કઈ રીતે દૂર કરી એના માટે માર્ગદર્શન આપવા અમદાવાદની સંસ્થા અને બનાસકાંઠા ની કેટલીક સંસ્થાઓ સાથે તાલીમ નો પ્રોજેક્ટ આયોજન કરવામાં આવ્યું.”સાથ” સંસ્થા અમદાવાદ દ્વારા ટી.બી. અને એનેમીયા જાગ્રુતિ પ્રોજેકટ- અંબાજી ટીમની આજે તાલીમ યોજાઈ.જેમા પ્રોજેકટ હેડ રાજુભાઈ પરમ દ્વારા સંસ્થાનો પરિચય, પ્રોજેકટની રૂપરેખા, ઝુબેરભાઈએ પ્રેરણાત્મક સમજ આપી. આરોગ્ય ડિપાર્ટમેન્ટ વતી હાજર રહેલ તાલુકા હેલ્થ ઓફીસર ડો કિરણ ગમારે ટી.બી. અને એનેમીયા અંગે સરકાર શ્રીની સગવડો, યોજનાઓ અને સારવારની માહિતી આપી હતી.વધુમા તેમણે સાથની ટીમને મદદ કરવા બાંહેધરી આપી હતી. સીનીયર ટી.બી. સુપરવાઇઝર શ્રી વિશ્રામ તરાલે ટી.બી.ના લક્શણો, સ્ક્રીનીંગ, નિદાન, નિકશય યોજનાની પ્રેજ્ન્ટેશન દ્વારા સમજ આપી હતી. દાતા તાલુકા લેબોરેટરી સુપરવાઈઝર પણ ઉપસ્થિત રહ્યા હતા. અબાજીની સ્થાનિક સંસ્થા વનિતા શીશુ વિહારના રીટાબેન અને રમીલાબેન ખાસ હાજર રહ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!