NATIONAL

ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા પૂર્ણ કદના ગુજરાતી નાટકોની એલ એલ ડી સી સ્પર્ધા ૨૦૨૬નું આયોજન 

“ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી” દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી નિયમિત રીતે યોજાતી પૂર્ણકદના ગુજરાતી નાટકોની “એલ એલ ડી સી નાટ્ય સ્પર્ધા” એના ૧૮ માં વર્ષમાં પ્રવેશી રહી છે.

આ ગુજરાતી પૂર્ણકદના નાટકોની સ્પર્ધાનો પ્રાથમિક રાઉન્ડ માટુંગા-ઘાટકોપર-મલાડ અને તળમુંબઈમાંતા. 3 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન યોજાશે.

પ્રારંભિક રાઉન્ડમાટે નિવડેલા ૨૦ થી ૨૫ નાટકોનીભજવણી થશે અને એમાંથી ફાઇનલ રાઉન્ડ માટે પસંદ થયેલા ૧૦ થી ૧૧ નાટકોની ભજવણી ભવન કલા કેન્દ્ર, ચોપાટી મુંબઈ ખાતે ફેબ્રુઆરી ૨૦૨૬દરમ્યાનયોજાશે.

વિજેતા નાટકોને લગભગ રૂપિયા પાંચ લાખના રોકડ પુરસ્કારઅને ટ્રોફી અપાશે.

સૃજન – એલ એલ ડી સી  ના આર્થિક સહકારથી અને જન્મભૂમિ-પત્રો ના મીડિયા સપોર્ટ થી યોજાતી, “એલ એલ ડી સી નાટ્ય સ્પર્ધા” કોઈપણ ખાનગી સંસ્થા દ્વારા ભજવાતી ગુજરાતી પૂર્ણકદના નાટકોની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સ્પર્ધા છે.

છેલ્લા ૧૭ વર્ષ દરમ્યાન, આ સ્પર્ધાએ હિન્દી-ગુજરાતી નાટ્ય, ટીવી અને ફિલ્મ જગતને અનેક કલાકારોની ભેટ આપી છે. આજના કલાજગતના સર્વોચ્ચ સ્થાને બિરાજતા કંઈ કેટલાય કલાકારોનો ઉગમ આ નાટ્ય પ્રવૃત્તિને આભારી છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક નાટ્યકારો-નાટ્ય સંસ્થાઓ માટે પ્રવેશ-પત્રો અને નિયમાવલી ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીની ઓફિસમાંથીસોમવારતા. ૧૩ ઓક્ટોબરથી ઉપલબ્ધ થશે. આ પ્રવેશ-પત્રો અને નિયમાવલી ભવન્સ કલ્ચરલ, સેન્ટર અંધેરીની વેબસાઈટ : www.bcca.in ઉપરથી પણ ડાઉનલોડ કરી શકાશે, તેમજ આપ WhatsApp દ્વારાપણ મેળવી શકો છો.

સંપર્ક – રમાકાંત ભગત: ૯૮૨૦૨૦૩૩૪૮

જીગ્નેશ મકવાણા:  ૯૧૬૭૬૦૫૦૬૧

Back to top button
error: Content is protected !!