GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સ્વીફ્ટ કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા
MORBI:મોરબી સ્વીફ્ટ કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેરોલીંગમાં હોય દરમિયાન આઈટીઆઈ સામે બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાળ પાસેથી રોડ પર સ્વીફ્ટ કાર જીજે ૩૬ એજે ૪૭૦૦ શંકાસ્પદ લાગતા તલાસી લીધી હતી જે કારમાંથી દારૂની બોટલ નંગ ૫૨ કીમત રૂ ૨૨,૭૫૦ અને બીયર નંગ ૪૮ કીમત રૂ ૪૮૦૦ મળી આવતા પોલીસે દારૂ-બીયર અને કાર કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૩,૨૭,૫૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
તેમજ આરોપી ઉદય જોરૂભાઈ કરપડા, અનિરુદ્ધ જોરૂભાઈ પરપડા રહે બંને મહેન્દ્રનગર આઈટીઆઈ સામે એમ બે આરોપીને ઝડપી લીધા છે તો રણુંભાઈ લગધીરભાઈ કરપડા રહે કળમાદ તા મુળી વાળાનું નામ ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે






