મણિપુર રાજ્યમાં લગભગ એક વર્ષથી ચાલી રહેલા રાષ્ટ્રપતિ શાસનનો અંત આવ્યો

મણિપુરમાં લાંબા સમય બાદ ફરી એકવાર લોકશાહી શાસનનો સૂર્યોદય થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે (4 ફેબ્રુઆરી, 2026) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જાહેરાત કરી છે. આ આદેશ સાથે જ રાજ્યમાં લગભગ એક વર્ષથી ચાલી રહેલા કેન્દ્રીય શાસનનો અંત આવ્યો છે. બીજી તરફ NDAએ મણિપુરમાં સરકાર બનાવી છે.
લોકભવન ખાતે મણિપુર વિધાનસભા પક્ષના નેતા યુમનામ ખેમચંદ સિંહે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા. મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લાએ લોકભવનમાં શપથ લેવડાવ્યા.
ગૃહ મંત્રાલયે આ મામલે બુધવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી છે. આ નિર્ણય આજથી એટલે કે 4 ફેબ્રુઆરી 2026થી લાગુ થશે. નોટિફિકેશનના અનુસાર, બંધારણના અનુચ્છેદ 356ની કલમ (2)ના હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને મણિપુર રાજ્યમાં 13 ફેબ્રુઆરી, 2025ના રોજ લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની ઘોષણાને રદ કરી છે. આ આદેશ સાથે રાજ્યમાં કેન્દ્રીય શાસનની વ્યવસ્થાનો અંત આવ્યો છે. બીજી તરફ યુમનામ ખેમચંદ સિંહના નેતૃત્વમાં NDA પ્રતિનિધિમંડળે લોકભવનમાં રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંધારણના અનુચ્છેદ 356ની કલમ (2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને 13 ફેબ્રુઆરી, 2025થી લાદવામાં આવેલું રાષ્ટ્રપતિ શાસન રદ કરવામાં આવ્યું છે. આ જાહેરાત બાદ તરત જ યુમનામ ખેમચંદ સિંહના નેતૃત્વમાં NDAના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયેલા યુમનામ ખેમચંદ સિંહ(મેતૈઈ સમુદાય) આજે સાંજે 6:00 વાગ્યે મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ શપથગ્રહણ સમારોહ લોક ભવન ખાતે યોજાયા. તેમની સાથે અન્ય પાંચ મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે, જેમાં બે નાયબ મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે:
• નેમચા કિપગેન: નાયબ મુખ્યમંત્રી (કુકી સમુદાય)
• લોસી દિખો: નાયબ મુખ્યમંત્રી (નાગા સમુદાય)
નવા મંત્રીમંડળમાં મેતૈઈ, કુકી અને નાગા એમ ત્રણેય સમુદાયોને પ્રતિનિધિત્વ આપીને રાજ્યમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.



