કાલોલના વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા કરેલ અરજી લાકડા માફિયાઓના ગ્રૂપમાં ફરતી થઇ લાકડા માફિયાઓનો ભર શિયાળે પરસેવો છૂટ્યો.!

તારીખ ૨૯/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ અને ઘોઘંબા તાલુકામાંથી પાસ પરમીટ વગરના ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનો માં થતી હેરાફેરીને લઈને વન મંત્રીને અરજદાર દ્વારા ફરિયાદ કરી છે.પંચમહાલ જિલ્લાના કાલોલ અને ઘોઘંબા તાલુકાના ગામડાઓમાં માંથી રોજ બરોજ લીલા વૃક્ષોનુ નિકંદન કરીને લાકડા માફિયાઓ દ્વારા જુના અને નમ્બર પ્લેટવગરના ટેકટરો માં ભરીને રોજના અંદાજીત ૭૦ થી ૮૦ ઉપરાંત ટેકટરો કોઈ પણ પાસ પરમીટ વગર વેજલપુર ફોરેસ્ટ કચેરીઓ બહાર થઈ ને લાકડાની મિલો સુધી પોહચતા હોય છે અરજીમાં જણાવ્યા મુજબ કાલોલ તાલુકા અને ઘોઘંબા તાલુકામાં આવેલા ગામડાઓ માં કેટલાક લાકડા માફિયાઓ બેફામ બન્યા છે અને રોજ સાંજના સમયે ગેરકાયદેસર લાકડા ભરેલા ટેકટરો ખુલ્લે આમ ફોરેસ્ટ ઓફિસ વેજલપુર ખાતે થઈ ને ગોધરામાં ખુલ્લા ખેતરોમાં નાખવામાં આવે છે ત્યારે ભાજપની ડબલ એન્જીનની સરકાર પર્યાવરણ બચાવવા અને જંગલો બચાવવા અને જંગલો વધારવા લાખો અને કરોડો રૂપિયાના ખર્ચા કરીને નવા વૃક્ષો ઉછેરવા માટે કટીબધ્ધ છે ત્યારે પંચમહાલ જિલ્લામાં જંગલોની રક્ષા કરવા બેઠેલા ફોરેસ્ટ વિભાગ અધિકારીઓને રોજ બરોજ હજારો વૃક્ષોનો નાશ કરીને લાકડા માફિયાઓ દ્વારા ગેરકાયદેસર લાકડા પોતાના વાહનો ભરીને તે પણ ખુલ્લે આમ જાહેર માર્ગ તેમજ ફોરેસ્ટ કચેરીઓ બહાર થઈને પ્રશાર થાય છે તેમ આ સ્થાનિક અધિકારીઓ કોઈ કાર્યવાહી કેમ નહિ કરતું હોય તે સવાલ ઉઠ્યો છે રોજ બરોજ આ લાકડા માફિયાઓ ખુલ્લે આમ ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનો વેજલપુર ફોરેસ્ટ કચેરી બહાર થઈને જાય છે તેમ છતાં આ કુંભકર્ણ ની નિંદ્રામાં પોઢી રહેલું ફોરેસ્ટ વિભાગના RFO ને આ ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનો નહીં દેખાતા હોય? સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી અરજદારે પણ તેમની સામે આક્ષેપો સાથે અધિકારીઓની કથિત મિલીભગત અને નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવીને ચીમકી ઉચ્ચારી છે અને ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે તેમજ અરજદારે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રને પણ રજુઆત કરી છે ત્યારે અરજદારે ચીમકી ઉચ્ચારી છે જો સ્થાનિક વહીવટી તંત્ર આ ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનો ઉપર કાયદેસરના પગલા નહિ લેવાય તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે જાગૃત નાગરિકે કાલોલના MLA ફતેસિંહ ચૌહાણ ને પણ અરજીને આપીને રજુઆત કરેલ છે કે કાલોલ અને ઘોઘંબા તાલુકામાં લાકડા માફિયાઓ બેફામ બનીને રોજ બરોજ ૭૦ થી ૮૦ વાહનો ગેરકાયદેસર લાકડા ભરીને બેફામ ખુલ્લેઆમ જાહેરમાર્ગ અને ફોરેસ્ટ કચેરીઓ બહાર થઈ જાય છે તેમ છતાં સ્થાનિક અધિકારીઓ આ ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનો પકડતા નથી જેથી ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનો ઉપર કાર્યવાહી કરીને ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનો ઉપર અંકુશ લાવવામાં માટેની માંગ કરી છે




