BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં કરુણા અભિયાન અંતર્ગત 10 સ્વૈચ્છિક સંસ્થાઓ ના દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા 10 કંટ્રોલરૂમ 12 સારવાર કેન્દ્ર, ચકલા માં સાર્થક ફાઉન્ડેશન નું સારવાર કેન્દ્ર..

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેર જિલ્લામાં મકરસંક્રાંતિ ના દિવસે પતંગના ઘાતક દોરાના કારણે પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે. ત્યાર જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરી તેનો જીવ બચાવી શકાય તે માટે 10 કંટ્રોલરૂમ,19 કલેકશન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે 12 સારવાર કેન્દ્ર 10 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ ના સહયોગ થી વનવિભાગ દ્વારા કાર્યરત કરાયા હતા.છેલ્લા પંદર વર્ષથી જીવ દયા ક્ષેત્રે કાર્યરત સાર્થક ફાઉન્ડેશન દ્વારા ભરુચ ના ચકલા વિસ્તાર માં અબોલ પશુ પક્ષીઓ માટે ઉતરાયણ નિમિતે સારવાર કેન્દ્ર કાર્યરત કરાયું હતું..જેમાં સારવાર માટે કાર્યકરો દવા સાથે હાજર જોવા મળતા હતા.. સાર્થક ફાઉન્ડેશન ના હેતલ શાહે સુરક્ષિત રીતે ઉતરાયણ પર્વની ઉજવણી માટે અપીલ કરી હતી..

Back to top button
error: Content is protected !!