સિલિન્ડર બ્લાસ્ટથી લાગી મહાકુંભ મેળામાં ભયંકર આગ, લગભગ 250 ટેન્ટ બળીને ખાખ !!!
પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે.ત્યારે મહાકુંભ મેળા ક્ષેત્રના ટેંટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. અનેક ટેંટ બળીને ખાખ થઇ ગયા છે. ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. શાસ્ત્રીપુલ પાસે ભયંકર આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહાકુંભ મેળા ક્ષેત્રના શાસ્ત્રી બ્રિજ સેક્ટર 5 કેમ્પમાં ભીષણ આગ લાગી છે. એટલી મોટી આગ લાગી છે કે ભીષણ આગાના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
જો કે ફાયર ફાઇટર દ્વારા સતર્કતા દાખવતા હાલમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. રેલવે પુલની નીચે આવેલા ટેંટમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ ચોક્કસ સામે આવ્યુ નથી. પરંતુ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાની આશંકા છે. સતત પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગમાં કોઇ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી.
એવું કહેવાય છે કે શોર્ટ સર્કિટને કારણે મંડપમાં આગ લાગી હતી. આગને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની પણ ચર્ચા છે પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. મળતી માહિતી મુજબ, મંડપનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો છે. એવું કહેવાય છે કે તે એક મોટી આગ હતી પરંતુ ત્યાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે આગને તાત્કાલિક કાબુમાં લેવામાં આવી.
મહાકુંભ મેળા વિસ્તારમાં હાજર એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો હતો કે આગમાં લગભગ 250 ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. આગની જ્વાળાઓ ખૂબ જ ઊંચી હતી. ખૂબ મોટા વિસ્તારમાં આગ લાગી હતી.
યુપીના એડીજી ભાનુ ભાસ્કરે કહ્યું, ‘આગ બુઝાઈ ગઈ છે.’ કોઈ જાનહાનિના સમાચાર નથી. બધા સુરક્ષિત છે. આગનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ સંદર્ભમાં વધુ તપાસ હજુ બાકી છે. તેમણે કહ્યું, ‘અમને સિલિન્ડર વિસ્ફોટની માહિતી મળી હતી. લોકોને બહાર કાઢવામાં આવ્યા અને આગ બુઝાવવામાં આવી. કોઈ જાનહાનિના સમાચાર નથી. અમને કહેવામાં આવ્યું છે કે 2 સિલિન્ડર ફાટ્યા છે, પરંતુ તપાસ ચાલુ છે.