GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ એરપોર્ટ યુનિટ ખાતે ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ સિરસવાના નેતૃત્વમાં “સ્ટ્રેસ મેનેજમેન્ટ” કાર્યક્રમનું કરાયું આયોજન

તા.૩૧/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

મનોચિકિત્સક ડૉ. વસુંધરા સાંગવાનએ ૭૫થી વધુ સી.આઈ.એસ.એફ.ના જવાનોએ રોજિંદા જીવનમાં આવતા માનસિક તણાવ વિશે માર્ગદર્શન આપ્યું

Rajkot: રાજકોટના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ સિરસવાના નેતૃત્વમાં સી.આઈ.એસ.એફ. યુનિટ લાઇનના રિક્રિએશન હોલ ખાતે વિરાણી વોકહાર્ટ હોસ્પિટલના એમ.ડી. મનોચિકિત્સક ડૉ. વસુંધરા સાંગવાનના સહયોગથી “સ્ટ્રેસ મેનેજમેન્ટ” કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં ૭૫થી વધુ સી.આઈ.એસ.એફ.ના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ સિરસવાએ પુષ્પગુચ્છથી ડૉ. વસુંધરા સાંગવાનનું સ્વાગત કર્યું.

ડૉ. વસુંધરા સાંગવાને જવાનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સના જવાનો લગભગ પરિવારથી દુર રહી દેશની સેવા માટે ન્યોછાવર રહેતા હોય છે. આવા સમયે જવાનોને પોતાની રોજિંદા જીવનમાં અને ફરજ દરમ્યાન આવતા પડકારોનો સમાનો કરવા, તણાવના મૂળ કારણોને ઓળખવા, મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને ટાળવા, પુરતી ઊંઘ લેવા, પ્રાણાયામ, યોગ, ધ્યાન, સહીતની બાબતો અંગે વિગતવાર ચર્ચા કરી. આ સાથે ડૉ. વસુંધરા સાંગવાનએ સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે વધુમાં જણાવ્યું હતું કે, જવાનો પોતાના સહ કમર્ચારી મિત્રો બનાવે અને એક યોગ્ય તાલમેલ સાથે કામ કરવું જોઈએ. જો આ સહકર્મચારી મિત્રોમાં રોજ કરતા અલગ વર્તન, તણાવ અથવા આત્મ હત્યા કરવાના લક્ષણો દેખાય તો તરત જ સીનીયર અધિકારીને આ બાબતની જાણ કરવી તથા રોજિંદા જીવનમાં શું કરવું અને શું ન કરવું સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરી. કાર્યક્રમમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે વિગતવાર જાણકરી આપ્યા બાદ ડૉ. વસુંધરા સાંગવાનએ સી.આઈ.એસ.એફ.ના જવાનોને માનસિક તણાવ સંબધિત મુંજવતા પ્રશ્નોના સંતોષકારક અને પ્રેરક જવાબો આપ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રિસર્વ ઇન્સ્પેકટર મહેશ સિંહ કુંવરે કર્યું.

કાર્યક્રમના અંતે ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ સિરસવાના હસ્તે ડૉ. વસુંધરા સાંગવાનને મોમેન્ટો આપી સન્માનિત કરાયા.

Back to top button
error: Content is protected !!