BANASKANTHAPALANPUR

રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી માં શુભેચ્છા સમારોહ યોજાયો

28 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાની દાંતા તાલુકામાં આવેલી અંતરિયાળ વિસ્તારની શાળા શ્રી રિહેન એચ.મહેતા વિદ્યાલય માં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાઈ ગયો.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા અરવલ્લી જન વિકાસ સંઘના સ્થાપક અને પ્રમુખ શ્રી મનસુખભાઈ પટેલ તથા અગરીયા હિત રક્ષક મંચ તથા જનપથ, અમદાવાદના શ્રી હરિણેશ પંડ્યા, સાધનાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અગરિયા હિત રક્ષક મંચ દ્વારા સંચાલિત પાટડી જિલ્લો સુરેન્દ્રનગર ખાતે ચાલતી અગરિયા ના બાળકો માટેની શાળાના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા.. મહેમાનોએ શાળાની વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની મુલાકાત લઇ આનંદ વ્યક્ત કર્યો હતો..ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ એ શાળાને સુંદર ગિફ્ટ પણ આપી હતી તથા શાળાના શિક્ષિકો શ્રી હરેશભાઈ પટેલ, રોશનીબેન પ્રજાપતિ, પુનમબેન પ્રજાપતિ એ શાળાના તમામ બાળકોને અલ્પાહાર કરાવ્યો હતો …શાળાના કર્મચારી શ્રી જયંતીભાઈ પ્રજાપતિ એ પણ બાળકો માટે 1000 રૂપિયા દાન આપ્યું હતું.. હરિણેશભાઈ પંડ્યા એ પુસ્તકાલય માટે તમામ પુસ્તકો આપવાની જાહેરાત કરી હતી તથા એકતા પરિવાર સેવા ટ્રસ્ટ પાલનપુરના શ્રી ચંદ્રકાંતભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ધોરણ 12 ની પરીક્ષામાં એક થી 11 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને દરેકને 1100 રૂપિયાના સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ઇનામ રૂપે આપવાની જાહેરાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી એચ. એ.મિસ્ત્રી એ કર્યું હતું.. કાર્યક્રમના સુંદર આયોજન માટે તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી ડૉ.રાકેશ કે.પ્રજાપતિ એ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!