NATIONAL

UGC એ ગુજરાતની આઠ સહિત દેશની 54 ખાનગી યુનિવર્સિટીને ડિફોલ્ટ જાહેર કરી

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા ઓછામાં ઓછી 54 ખાનગી યુનિવર્સિટીઓને UGC એક્ટ, 1956 ની કલમ 13 હેઠળ ફરજિયાત માહિતી સબમિટ ન કરવા અને તેમની વેબસાઇટ પર જાહેર જાહેરાતો કરવા બદલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે.  ઈ-મેઈલ અને ઓનલાઈન મીટિંગ્સ દ્વારા અનેક રીમાઇન્ડર્સનો ઉલ્લેખ કરતાં UGC એ આ અંગે જાણકારી આપી હતી.

UGC સચિવ મનીષ જોશીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓને રજિસ્ટ્રાર દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત સહાયક દસ્તાવેજો સાથે નિરીક્ષણ હેતુ માટે વિગતવાર માહિતી સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમને હોમ પેજ પર એક લિંક આપીને દર્શાવેલા ફોર્મેટ અને પરિશિષ્ટો પોતાની વેબસાઇટ પર અપલોડ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેથી માહિતી વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે સુલભ બને, પણ તેઓએ આ નોટિફેકશનનું પાલન ન કરતાં ડિફોલ્ટ જાહેર કરવામાં આવી છે. તેમને ઈ-મેઈલ અને ઓનલાઈન મીટિંગ્સ દ્વારા આ આદેશનું પાલન કરવા માટે અનેક રીમાઇન્ડર્સ પણ આપવામાં આવ્યા હતા.

પબ્લિક સેલ્ફ-ડિસ્ક્લોઝર પર આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના સ્ટેકહોલ્ડર્સને માહિતી આપવા માટે એક ફંક્શનલ વેબસાઇટ જાળવવી આવશ્યક છે. વેબસાઇટ પર જાહેર કરાયેલી માહિતી હોમ પેજ પર, રજિસ્ટ્રેશન કે લોગઈન વિના દરેક માટે સરળતાથી સુલભ હોવી જોઈએ. વધુમાં, સરળ નેવિગેશન માટે સર્ચ સુવિધા પણ ઉપલબ્ધ હોવી જરૂરી છે. આ નિયમોનું પાલન કરવુ અત્યંત જરૂરી છે.

ઉપરોક્ત નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેનારી સૌથી વધુ યુનિવર્સિટી મધ્યપ્રદેશની છે. મધ્યપ્રદેશમાં 10 યુનિવર્સિટી ડિફોલ્ટ જાહેર થઈ છે. જ્યારે ગુજરાતમાં આઠ, સિક્કિમમાં પાંચ અને ઉત્તરાખંડમાં ચાર યુનિવર્સિટી ડિફોલ્ટ સાબિત થઈ છે. યુજીસીએ ડિફોલ્ટિંગ યુનિવર્સિટીની યાદી જાહેર કરી તેમને સંબંધિત નિયમોનું ઝડપથી પાલન કરવા ચેતવણી આપી છે. યુજીસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો યુનિવર્સિટીઓ સૂચનાઓને અવગણવાનું ચાલુ રાખશે તો આગળ કડક કાર્યવાહી હાથ ધરાશે. ઉચ્ચ શિક્ષણ નિયમનકારે તાજેતરના મહિનાઓમાં ખાનગી યુનિવર્સિટીઓ પર દેખરેખ કડક બનાવી છે. જુલાઈમાં, તેણે લોકપાલની નિમણૂક ન કરવા બદલ 23 યુનિવર્સિટીને ચેતવણી આપી હતી.

UGC Defaulter Gujarat State Private Universities 2025

  • Gandhinagar University, Gujarat
  • JG University, Gandhinagar, Gujarat
  • KN University, Vodafone Tower Lane, Gujarat
  • MK University, Gujarat
  • Plastindia International University, Valsad
  • Surendranagar University, Gujarat
  • Team Lease Skills University, Vadodara, Gujarat
  • Trnasstadia University, Ahmedabad, Gujarat

 

Back to top button
error: Content is protected !!