MEHSANAMEHSANA CITY / TALUKO

જિલ્લા કલેકટર એમ નાગરાજન વહીવટદારના ભાગ રૂપે નવી રચાયેલી મહેસાણા મહાનગરપાલિકાનો કાર્યભાર સંભાળશે.

મહાનગરપાલિકા તાત્કાલિક અસરથી અમલમાં આવતાં.

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, મહેસાણા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે. જેમાં મહેસાણા નગરપાલિકાને પણ મહાનગરપાલિકા તરીકે મંજૂરી આપવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિસુચના ક્રમાંક Nokv 17 of 2025-UDUHD/COC/e-file/18/20246140/P section પ્રમાણે મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજનને મહેસાણા મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે મૂકવામાં આવ્યા છે.

આજરોજ મહેસાણા મહાનગરપાલિકા ખાતે જિલ્લા કલેકટર એમ નાગરાજને મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ડૉ. મિહિર પટેલ પાસેથી મહેસાણા મહાનગર પાલિકાનો વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

નવી મહાનગરપાલિકા તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાની વર્તમાન પાંખની અવેજીમાં હવે જિલ્લા કલેકટર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે ફરજો બજાવશે.

Back to top button
error: Content is protected !!