GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંભવિત મુલાકાતે; મોરબી જિલ્લાને મળશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ

 

MORBI:ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંભવિત મુલાકાતે; મોરબી જિલ્લાને મળશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ

 

 

કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગામી ૨૬ માર્ચના રોજ મોરબી જિલ્લાની સંભવિત મુલાકાત બાબતે તૈયારીઓના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ડોમ, ગ્રાઉન્ડ, બેઠક વ્યવસ્થા, ડાયસ પ્લાન અને આનુષાંગિક વ્યવસ્થાઓ, હેલીપેડ, ગ્રીનરૂમ, લોકાર્પણ થનાર વિકાસ કાર્યોની તખ્તી, આરોગ્ય સેવાઓ, વીજ પુરવઠો, પીવાનું પાણી, ફાયર ફાઈટર અને કાયદો વ્યવસ્થા જાળવવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી સબંધિત અઘિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આગામી ૨૬ માર્ચના રોજ ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી શહેર તથા જિલ્લાને અંદાજિત ૧૦૦૦ કરોડથી વધુની રકમના વિકાસ કાર્યોની ભેટ આપવા પધારનાર છે. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે આ કાર્યક્રમ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર તૈયારીઓમાં જોડાઈ ગયું છે.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, નાયબ કલેક્ટરશ્રી ઉમંગ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભટ્ટ, મોરબી મહાનગરપાલીકાના ડેપ્યુટી કમિશનરશ્રી કુલદીપસિંહ વાળા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ અને વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!