ARAVALLIGUJARATMODASA

મોડાસામાં AAP દ્વારા ખેડૂત-પશુપાલક મહાપંચાયત, કેજરીવાલે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસામાં AAP દ્વારા ખેડૂત-પશુપાલક મહાપંચાયત, કેજરીવાલે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા

મોડાસાના મેઘરજ રોડ પર આવેલા કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભવ્ય ખેડૂત-પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં AAPના ગુજરાતના ધારાસભ્યો અને અનેક કાર્યકરો હાજર રહ્યા હતા, જ્યારે અંદાજે 5,000થી વધુ પશુપાલકો અને સ્થાનિક લોકો મહાપંચાયતના સક્ષમ સાક્ષી બન્યા હતા.અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા અને રાજ્ય સરકારને “અમીરોની અને અહંકારીની સરકાર” તરીકે સંબોધી. તેમણે પશુપાલકોના હક માટે રજુઆત કરતાં લોકોને લાઠીચાર્જ કરવામાં આવ્યો તે બાબતની કડક નિંદા કરી હતી.

કેજરીવાલે જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતો-પશુપાલકો પોતાના હક માટે લડી રહ્યા છે ત્યારે સરકારની આવા પદધતિઓ અત્યંત નિંદનીય છે. તેમણે આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની તેમજ પશુપાલકોને રૂપિયા 1 કરોડ વળતર આપવા માગણી કરી.આ મહાપંચાયતમાં AAPએ પોતાની હિમાયતી છબી રજૂ કરતાં જણાવ્યું કે પાર્ટી ગરીબો, ખેડૂતો અને શ્રમિકોના હક્ક માટે લડી રહી છે અને તેમને ન્યાય અપાવવાની પૂરી કટિબદ્ધતા ધરાવે છે.

Back to top button
error: Content is protected !!