NAVSARI CITY / TALUKOVANSADA
		
	
	
સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા વાંસદાની કોટેજ હોસ્પીટલ ની રૂબરૂ મુલાકાત લીધી

સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા વાંસદાની કોટેજ હોસ્પીટલ ની રૂબરૂ મુલાકાત લીધી 
પ્રિતેશ પટેલ. વાંસદા
વાત્સલ્યમ્ સમાચાર
વિશ્વ સિકલ સેલ દિવસ અંતગૅત વલસાડ ડાંગ ના સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા સ્થિત કોટેજ હોસ્પીટલ ની રૂબરૂ મુલાકાત લીધી હતી
આ મુલાકાત દરમ્યાન હોસ્પીટલ મા સારવાર લઈ રહેલા દદર્દીઓ ની રૂબરૂ મુલાકાત કરી હોસ્પીટલ દ્વારા અપાતી મેડીકલ સેવા, દવાઓ, તેમજ અન્ય વ્યવસ્થાઓ માટે યોગ્ય સુવિધાઓ મળી રહે છે કે નહીં એની પુરતી ખાતરી કરવામાં આવી હતી,
એ ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી ચચાઁવિચારણા કરી હતી, આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દિપ્તીબેન પટેલ, ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રીશ્રી પિયુસભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
 
				

