NETRANG

નેત્રંગ જીન કમ્પાઉન્ડ ખાતે નાંદી ફાઉન્ડેશન (પ્રોજેક્ટ-નન્હીકલી) દ્વારા જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું આયોજન કરાયું.

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૪/૧૧/૨૦૨૪

 

નેત્રંગ જીન કમ્પાઉન્ડ ખાતે નાંદી ફાઉન્ડેશન (પ્રોજેક્ટ-નન્હીકલી) દ્વારા બે દિવસીય તારીખ ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા એમ ત્રણ બ્લોકની વિદ્યાર્થીનીઓ માટે જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું.

 

નાન્દી ફાઉન્ડેશન (પ્રોજેક્ટ-નન્હી કલી) હેઠલ નન્હીકલીઓ (દિકોરીઓ) માટે તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. આ તુફાન ગેમ્સમાં નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા એમ ત્રણ બ્લોકમાં ASC કક્ષાની સ્પોર્ટસ સ્પર્ધામાંથી પસંદગી પામેલી નન્હીકલીઓ માટે આ તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ તૂફાન ગેમ્સમાં ૧૨૦ જેટલી બાળાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો.

 

રમતનું આપણા જીવનમાં ખુબ મહત્વ રહેલું છે. વિવિધ આઉટડોર રમતો રમવાથી બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે. રમત રમવાથી સમુહભાવના તેમજ ખેલદિલી જેવા ગુનોનો વિકાસ થાય છે. આ તુફાન ગેમ્સમાં નાન્દી ફાઉન્ડેશન દ્વારા ચાર અલગ અલગ રમતો જેવી કે (૧) ૫૦ મીટરની દોડ, (૨) સ્ટેન્ડીંગ લોંગ જમ્પ, (૩) સહનશક્તિ દોડ અને (૪) શટલ રન જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ રમતના અંતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિજેતા નન્હી કલીઓને પ્રમાણપત્ર, બેજ અને ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

 

આ પ્રસંગે નન્હી કલીના પોગ્રામ ઓફિસર સંગીતાબેન રથ, સ્પોર્ટ વિભાગના કરણજીતજી, સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, પત્રકાર બ્રિજેશ પટેલ, માજી સરપંચ બાલુભાઇ વસાવા, પ્રતિક પ્રજાપતિ, વિજય વસાવા, ભાવનાબેન પંચાલ, પ્રકાશ વસાવા તેમજ નાંદી ફાઉન્ડેશન સી.એ બહેનો અને આ તુફાન ગેમ્સમાં ભાગ લેનાર નન્હીકલીઓ(દિકોરીઓ) ઉપસ્થિત રહી.

 

Back to top button
error: Content is protected !!