SAVLI

વન વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વન વિસ્તાર માં વન વિભાગ દ્વારા જંગલ વિસ્તાર માં થયેલ દબાણો અને ખેડાણ ની પેસ કદમી હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી* સુરેન્દ્રનગર જિલ્લા નાયબ વન સંરક્ષક તુષાર પટેલ સાહેબ તેમજ મદદનીશ વન સરક્ષક સ્વપ્નીલ પટેલ સાહેબ ની સૂચના થી મુળી રેન્જ ફોરેસ્ટ ઓફિસર જસવંતભાઈ ગાંગડીયા ના માર્ગદર્શન નીચે સાયલા તાલુકા ના અલગ અલગ જંગલ વિસ્તારો માં થયેલ ખેડાણ અને દબાણો હટાવી જંગલ ની જમીનો ખુલ્લી કરાવવા ની આજ રોજ સાયલા તાલુકાના મદારગઢ ગામે કામગીરી ચાલુ કરવામાં આવેલ જેમાં અલગ અલગ ખેડૂતો અને ઇસમો દ્વારા દબાણ કરેલ જંગલ ની બે હેક્ટર જેટલી જમીન ઉપર ની પેસ કદમી ખુલ્લી કરાવવામાં આવે અને સાથે જ ખુલ્લી કરેલ જમીન માં JCB દ્વારા બાઉન્ટ્રી ટ્રેન્ચ કરવામાં આવી આ કામગીરી માં પ્રવિણસિંહ ચૌહાણ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સાયલા તેમજ વન રક્ષક હીનાબેન પરમાર/ હેતલબેન મેનિયા /ભાવનાબેન ચીહલા/મેરાભાઈ ભરવાડ વગેરે દ્વારા હાથ ધરવામાં આવેલ તેમજ આ કાર્યવાહી આગામી દિવસો માં સુરેન્દ્રનગર જિલ્લાના દરેક જંગલ વિસ્તારનો સર્વે કરી અને દરેક વિસ્તાર માં કરવામાં આવશે તેમજ અમુક જંગલો માં માથાભારે ઇસમો દ્વારા સામે થી દબાણો હટાવવામાં નહીં આવે તો પોલીસ ફરિયાદ અને વધુ જરૂર જણાય તો લેન્ડગ્રેબિન જેવી ફરિયાદો દાખલ કરવામાં આવશે હાલ દરેક દબાણ કરતાઓને નોટિસો આપવાની કાર્યવાહી ચાલુ છે

રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા, સાયલા

Back to top button
error: Content is protected !!