સાયલા તાલુકાના ડોળિયા ગામે યુવક પર હુમલો .
યુવક પર હુમલો કરી ધક્કો મારતાં યુવક કૂવામાં ખાબકતા મૃત્યુ નીપજ્યું .ઘટના ની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી. નજીવી બાબતમાં એમ.પી.ના યુવકને કુવામાં ધકો મારી મોતને ઘાટ ઉતાર્યો..યુવક ને કૂવામાં થી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો. હોસ્પિટલ માં હાજર ડોક્ટર એ મૃત જાહેર કર્યા.પોલીસે મૃતદેહ ને પી.એમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી. મૃત્યુ પામનાર યુવક પીદીયા કમલા સંગોડ રહે જમ્બવા એમ.પી માં મુળ વતન હોવાનું જાણવા મળ્યું.ડોળિયા માં મરણ જનાર યુવક દિગ્વીજય ચૌહાણની વાડી ભાગવી વાવતોહતો.નજીવી બાબતમા બોલાચાલી થઇ હતી. સમગ્ર ઘટના જાણ થતા સાયલા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. મરણ જનારને મારી નાખવાની ધમકી આપી ગાલ ઉપર બે લાફા મારી કુવામાં ધક્કો માર્યો. યુવક ને માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજા થતા કુવાના પાણીમાં ડુબી જતા મોત નિપજ્યું.સાયલા પોલીસ હત્યા અંગે નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા