SAYLA

ફરી એકવાર સાયલા પંથકમાં લાખો ની કિંમત નો દારૂ ઝડપાયો.

ફરી એકવાર સાયલા પંથકમાં લાખો ની કિંમત નો દારૂ ઝડપાયો.સાયલા પંથકમાં વારંવાર દારૂ ઝડપાતાં તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે..થોડા દિવસ અગાઉ સાયલા પંથકમાં SMC એ મોટી માત્રામાં ઇંગ્લીશ દારૂમાં રેડ પાડી હતી જેમાં મહિલા પી.એસ.આઇ તથા અન્ય 10 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો..સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અઠવાડિયામાં ચોથીવાર વિદેશી દારૂ ઝડપાયો છે. સુરેન્દ્રનગર એલ.સી.બી પોલીસે તથા પેરોલ ફલો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ,રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ દ્વારકાધીશ હોટલ પાસે ટ્રકમાં થી ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપી પાડી.સુરેન્દ્રનગરના સાયલા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી પોલીસે 12 લાખથી વધારે કિંમતનો દારૂ ઝડપી પાડ્યો..રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલ દ્વારકાધીશ હોટલ પાસે ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં થી ગેરકાયદેસર વિદેશી ઇંગ્લીશ દારૂનો જથ્થો સુરેન્દ્રનગર એલ.સી.બી પોલીસે તથા પેરોલ ફલો સ્ક્વોડની ટીમે મોટી માત્રામાં ઝડપી પાડ્યો છે.સુરેન્દ્રનગર એલ.સી.બી પોલીસે તથા પેરોલ ફલો સ્ક્વોડની ટીમે ઇંગલિશ દારૂ તથા વાહન સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત 22,53,870 મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો..વિદેશી ઇંગ્લીશ દારૂમાં કુલ ચાર આરોપીમાંથી એક આરોપીને ઝડપી પાડી સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન ધારા મુજબ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..કામગીરીમાં રોકાયેલા સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા,

પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.પઠાણ, તથા પેરોલ ફલો સ્ક્વોડની ટીમને મળી સફળતા..

 

રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા

Check Also
Close
Back to top button
error: Content is protected !!