BHARUCHGUJARATNETRANG

પીએમશ્રી કૃષ્ણ આશ્રમશાળા થવા’ ખાતે “ચાલો શ્વાસ વાવીએ વસુંધરાને વધાવીએ” થીમ અંતર્ગત મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

પીએમશ્રી કૃષ્ણ આશ્રમશાળા થવા’ ખાતે “ચાલો શ્વાસ વાવીએ વસુંધરાને વધાવીએ” થીમ અંતર્ગત મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૪/૦૭/૨૦૨૪

 

બ્રહ્માંડમાં પ્રત્યેક વસ્તુ એકબીજા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી છે. તેવી જ રીતે આપણે પણ પર્યાવરણ સાથે જોડાયેલા છીએ. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને લઈએ તો સહજતાથી ખ્યાલ આવે છે કે મનુષ્યને કારણે પર્યાવરણ પર માઠી અસર પહોંચી છે. આથી પર્યાવરણ સુધારણા અંતર્ગત શ્રી ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત ‘પીએમશ્રી કૃષ્ણ આશ્રમશાળા થવા’ માં “ચાલો શ્વાસ વાવીએ વસુંધરાને વધાવીએ” થીમ અંતર્ગત મોટા પાયે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું.

 

શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ કાર્યક્રમ માટે ઉત્સાહિત હતા. 10:30 વાગ્યે મામલતદાર,સરપંચ અને આદિજાતિ વિકાસ અધિકારીશ્રીનું વિદ્યાર્થીનીઓ દ્વારા કંકુ ચોખા નો તિલક કરી પુષ્પ આપી તેમજ આવકાર્યા હતા. ત્યારબાદ પ્રાર્થનાખંડમાં સો મહેમાને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. ત્યારબાદ પ્રાર્થનાખંડમાં સૌ મહેમાને દીપ પ્રગટાવી સરસ્વતી માતાનું પૂજન કર્યું. સૌ મહેમાને તુલસીનો છોડ અને પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું. ત્યારબાદ શાળા ની વિદ્યાર્થીનીઓ દ્વારા “સુસ્વાગતમ” સ્વાગત ગીત રજૂ કરાયું અને સંગીત સાથે તાલ મિલાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા ઢોલ,કીપેડ,ઓક્ટોપેડ વગાડવામાં આવ્યા. શાળાના આચાર્યા રંજનબેન વસાવા દ્વારા “આશ્રમશાળા નો ટૂંકો પરિચય” રજૂ કરવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન એકલવ્ય સ્કૂલના આચાર્ય પ્રવીણભાઈ પટેલ સર દ્વારા કરવામાં આવ્યું. આદિજાતિ વિકાસ અધિકારી રવિન્દ્રભાઈ વસાવા એ “વૃક્ષોનો મહિમા” સમજાવતું વક્તવ્ય આપ્યું. શાળાના ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા સાહેબે ‘દરેક વિદ્યાર્થી એક છોડ વાવી તેનું જતન કરે’ સંકલ્પ દ્વારા સૌ વિદ્યાર્થીઓને સંકલ્પિત કર્યા તેમજ ભૂતકાળ માં પડેલી અગવડો અને વૃક્ષોના મહત્વ વિશે વક્તવ્ય રજૂ કર્યુ તેમજ આભાર વિધિ કરી.

 

પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના પટાંગણમાં પસંદ કરેલી જગ્યાએ શાળાના આચાર્યા અને શિક્ષકગણ પૂર્વ તૈયારીઓ કરાવી ૧૧૦૧ ખાડા ખોદાવી ને તૈયાર રાખ્યા હતા અને “૧૧૦૧” રોપા લાવીને દરેક ખાડાની બાજુમાં અગાઉથી એક રોપો મૂકી રાખ્યો હતો. નક્કી કરેલ જગ્યાએ મહેમાનોના વરદહસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ થયો. તેમણે સૌથી પહેલા નાળિયેરીનો છોડ રોપ્યો અને તેની આજુબાજુ માટી નાખી અને છોડને પાણી પીવડાવવામાં આવ્યું. તાળીઓના ગડગડાટથી વિદ્યાર્થીઓએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો. ત્યારબાદ અન્ય ખાડાઓમાં પણ જુદા જુદા રોપા મહેમાને દ્વારા રોકવામાં આવ્યા. બાકી અન્ય તમામ રોપાઓ વિદ્યાર્થીઓ દ્વારા રોકવામાં આવ્યા. મહેમાને શાળાનો ખેતી વિભાગ,વનસ્પતિ બાગ અને ફળ ફળાદી વિભાગની પ્રત્યક્ષ મુલાકાત લીધી.મહેમાનોએ ખરેખર શાળાના કાર્યથી ખૂબ ખૂબ પ્રભાવિત થયા.

અંતે ૧૨:૦૦ વાગ્યે મહેમાન,શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં પધારી સામૂહિક ફોટોગ્રાફ્સ લીધા. શાળાના આચાર્યા દ્વારા દરેક નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો જેના થકી આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે આયોજિત થયો.

Back to top button
error: Content is protected !!