સાયલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.ચુડાસમા તથા તેમની ટીમ દ્વારા બંદોબસ્ત સાથે આરોપીનું રી કન્ટ્રેશન કરવામાં આવ્યું હતું.બે દિવસ અગાઉ સાયલા નાં મરડીયા કારખાના નજીક એક જ ગામના બે જૂથ વચ્ચે મારા મારી ની ઘટના સામે આવી હતી.જ્યારે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીને ધરપકડ કરી ઘટના સ્થળે રી કન્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું.જેમાં રૂદાતલા પરિવાર ના શખ્સો વિજય કલાભાઈ, કાળુ બચુભાઈ, ગોવિંદ કલાભાઈ,ગોપાલ ગેલાભાઈ, કેશુભાઈ સામતભાઈ જેઓનું સાયલા પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાવી રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું..બે દિવસ અગાઉ સુરેન્દ્રનગર જીલ્લા નાં સાયલા તાલુકાનાં ઈશ્વરીયા ગામે જુની અદાવતમાં અકસ્માત સર્જી યુવાનનુ ઢીમ દેવાયું હતું.રશિક રબારી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે મરડીયા કારખાના નજીક અકસ્માતમાં સર્જી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવાનની હત્યા નિપજાવી હતી.સાયલા ના ઈશ્વરીયા ગામે જુની અદાવતમાં અકસ્માત સર્જી રશીક રબારી નામના યુવાનની હત્યા નિપજાવી હતી.ઈજાગ્રસ્ત રશિક રબારી યુવાનનુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા યુવાન નુ મોત નિપજયું હતું.તમામ આરોપી વિરુદ્ધ સાયલા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..